GIRL IN GARDEN

Thoughts: ઉપવનમાં બેઠાં ખુદા આજે, વિચારોમાં ખૂબ ચડ્યાં!

Thoughts, Jignasa joshi

Thoughts: સૌ સૌના પંથે લાગ્યાં ને માનવ ત્યાં ને ત્યાં રહ્યાં.

ઉપવનમાં બેઠાં ખુદા આજે, વિચારોમાં ખૂબ ચડ્યાં!
જોઈ ઈશ્વર આવીને બોલ્યા, અલી શું ચિંતામાં પડ્યાં?

બોલ્યા ખુદા આવ ભાઈ, વિચારોનાં ઘોડા દોડ્યાં!
ભૂલ આપણી શું થઈ કે, માનવ આજે વિભાગે ચડ્યાં?

રંગ લોહીનો સૌનો લાલ, તો પણ એ વિવાદે ચડ્યાં!
હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ, કેટ કેટલાં ફાંટા રચ્યાં.

સાંભળી પ્રભુ બોલ્યા,  હશે આપણી ભૂલ જેમાં એને છે ઘડ્યાં.
આમ નહીં ને તેમ નહીં, વિવાદોના ટોળાં ચડ્યાં.

પાશ્વનાથ ઈસુ ને  ગુરુઓ, સાંભળવા ત્યાં આવી ચડ્યાં.
સાંભળી વાતો બંનેની, વિચારોમાં પણ એ ચડ્યાં.

ભૂલ નહોતી દેખાતી કોઈને, મૂંઝવણમાં તો સૌ પડ્યાં.
કેમ સુધારવી માનવજાત, ગોટાળે પણ સૌ ચડ્યાં.

માનવ મહેરામણ ઉમટી આવ્યુ, દેવો સૌ જ્યાં હતાં.
શું વિચારો કેમ મૂંઝાયા, સવાલોના ઢગલાં હતાં.

પ્રભુ બોલ્યાં માનવ રચનામાં, શું અમે ગોટાળા કર્યા?
અમે સૌ સાથે રહીએ તો, તમે કેમ વિખવાદે ચડ્યાં?

એક માનવ આવીને બોલ્યો, વાંક તમારાં ના જડ્યાં?
મોહ માયા આપીને અમને,રુઆબમાં તો બહુ રહ્યા!

રાગ દ્વેષ ને લોભ જેવાં, અવગુણો અમને મળ્યા.
હું મોટો ને તું નાનોનાં, ભેદ પણ એટલે પડ્યાં.

આંખ ઉઘડી દેવોની, સમજણના સહુ દ્વાર ખૂલ્યાં.
ભૂલો સમજાણી પોતાની પણ, ઉકેલના રસ્તા ના મળ્યાં.

નહિ સુધરે માનવજાત, સ્વીકારી સૌ પાછાં વળ્યાં.
સૌ સૌના પંથે લાગ્યાં ને માનવ ત્યાં ને ત્યાં રહ્યાં.

આ પણ વાંચો:-Rachana no lagan: વર્ષો જૂની પ્રાચીન વર્ષથી પોતાની યાદોથી ભરેલું અડીખમ નગર એટલે અમદાવાદની રતનપોળ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *