Shershah: દેશના વીર સપૂતોમાં એકનામ વિક્રમ બત્રાનું પણ, જેને પાકિસ્તાની સૈનિકો પણ “શેરસાહ” કહી બોલાવતા..!

Shershah: આશરે ૧૦૦ વષઁ ચાલેલા સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ આઝાદી મેળવનાર દેશ એટલે ભારત! પહેલા તુકીઁ સૈન્ય અને શાસન ત્યાર બાદ યુરોપિયન શાસનની જંજીરો માંથી મુક્ત થયો. આપણાં ભારત દેશને આઝાદ થયાં ને ૭૫ વષઁ થઈ ગયાં. દરવષેઁ આપણે સ્વતંત્રતા દિવસને ખુબ જ ઉત્સાહથી ઊજવીએ છીએ, સ્વાતંત્ર સેનાનીઓ અને ભારતમાતાનાં વીર સપુતોને યાદ કરીએ છીએ.

Shershah: દેશની આઝાદી માટે કેટલાય લોકોએ પોતાના જીવ દાવ પર લગાંવ્યા અને બલિદાન આપ્યાં છે. જેમાં કિત્તૂરની રાણી ચન્નમ્મા, ક્રાંતિવીર ઊમાજી નાઈક, શહીદ મંગલ પાંડે, રંગો બાપૂજી ગુપ્તે, અજીમુલ્લા ખાન, વીરયોદ્ધા કુંવરસિંહ, રણરાગીણી રાણી લક્ષ્મીબાઈ નેવાળકર, શહીદ સેનાપતિ તાત્યા ટોપે, શ્રીમંત નાનાસાહેબ પેશવા, બાદશાહ બહાદુરશાહ ઝફર, શહીદ શેરઅલી, બેગમ હઝરત મહલ, ક્રાંતિરત્ન વાસુંદેવ બળવંત ફડકે, ગુરુ રામસિંહ, કવિવયઁ બંકીમચંદ્ર ચેટજીઁ, શહીદ દામોદર હરિ ચાપેકર, શહીદ વાસુદેવ ચાપેકર, શહીદ મહાદેવ વિનાયક રાનડે, ક્રાંતિવીર બિરસા ભગવાન મુંડા,શહીદ ખુદીરામ બોઝ,શહીદ મદનલાલ ધ્રિંગ્રા,શહીદ પંડિત કાશીરામ જોષી, લોકમાન્ય બાળગંગાધર ટિળક, પંડિત શ્મામજી કૃષ્ણ વમાઁ, ક્રાંતિશિરોમણી ચંદ્રશેખર આઝાદ, શહીદ શિવરામ હરિ રાજગુરુ, શહીદ સરદાર ભગતસિંહ,શહીદ સુખદેવ થાપર, શહીદ રતનસિંહ, વીરેન્દ્રનાથ ચટોપાધ્યાય, શહીદ હેમુ કલાની, રાસબિહારી બોઝ, વીરમાતા પાવઁતીબાઈ રાજગુરુ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, સરદાર અજીતસિંહ, મહાત્મા ગાંધી, માતા જગરાની દેવી, મહષિઁ યોગી અરવિંદ ઘોષ, સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર, સેનાપતિ પાંડુરંગ મહાદેવ બાપટ, ક્રાંતિસિહ નાના પાટિલ, વીરમાતા વિદ્યાવતી દેવી, રણરાગીણી લીલાતાઈ પાટિલ, સરદાર પૃથ્વીસિંહ આઝાદ, દુગાઁદેવી વોરા, ક્રાંતિવીર નાગનાથ નાયકવાડી અને આમના જેવાં જ બીજા કેટલાય મહાન ક્રાંતિવીરો કે જેઓએ દેશની આઝાદી માટે બલિદાનો આપ્યાં છે. જેમાં ઘણાં લોકો એવાં પણ છે કે જેમનાં નામનો ક્યાંય કદી ઉલ્લેખ પણ જોવા મળતો નથી.

આજે પણ ઘણાં લોકો એવાં જોવાં મળે છે, જે આપણાં દેશ માટે હસતે મુખે પોતાનો જીવ ન્યોછાવર કરી દે છે. દેશની સરહદો ઊપર કેટલાય વીર જવાનો ભારત દેશની રક્ષા માટે વિદેશી સૈન્ય સાથે યુદ્ધકરે છે, કેટકેટલી વિદેશી અનિતીઓને વીર જવાનો પાર પાડવાંથી રોકે છે. અને માતૃભુમિની રક્ષામાં જીજાન લગાવી દેય છે. તો ચાલો આજે એક એવાં જ વીર જવાન વિશે વાત કરીએ.

Shershah

૧૯૪૭ ભારતના ભાગલા પહેલા કારગિલ વિસ્તાર લદ્દાકનો એક તાલુકો હતો, પાંખી વસ્તી ધરાવતાં આ વિસ્તારમાં વિવિધ ભાષાઓ, વંશો અને ધામિઁકજુથો ધરાવતાં લોકો એકમેકથી અલગ ખીણોમાં વસ્તા હતાં. કારગિલ યુદ્ધ, જેને આપણે ‘કારગિલ સંઘષઁ’ તરીકે પણ ઓળખવાંમાં આવે છે. આ યુદ્ર ભારત અને પાકિસ્તાન વચ્ચે વષઁ ૧૯૯૯ ના મે અને જુલાઈ મહિનામાં કાશ્મીરનાં કારગિલ જિલ્લામાં અને નિયંત્રણ રેખા (LOC) ની બાજુમાં થયું હતું. ભારતમાં આ સંઘષઁને ‘ઓપરેશન વિજય’ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કારગિલ ક્ષેત્રને ઘુસણ ખોરોથી મુક્ત કરવાનાં ભારતીય ઓપરેશનનું નામ હતું.

આ યુદ્ધ દરમિયાન ભૂમિસેનાં સાથે સંયુક્ત રીતે કામ કરતી ભારતીય વાયુસેંનાનો હેતુ પાકિસ્તાન ભૂમિસેનાનાં નિયમિત તથાં અનિયમિત સૈન્યને ભારતીય વિસ્તાર માંથી નિયંત્રણ રેખાની બીજી તરફ ખદેડી મુકવાનો હતો. આ ખાસ ઓપરેશનનું કોડનેમ “ઓપરેશન સફેદ સાગર” રાખવાંમાં આવ્યું હતું. પાકિસ્તાન નાં સૈનિકોએ કાશ્મીરી આતંકવાદી વિસ્તારો જેવો વેશ ધારણ કરીને LOC ઓળંગી ભારતીય વિસ્તારોમાં ઘૂસણખોરી કરી, જે આખરે યુદ્ધમાં પરિણમી.

આ પણ વાંચો…Stambheshwar mahadev: દિવસમાં બે વાર સમુદ્રમાં ડૂબી જાય છે આ શિવ મંદિર, જાણો ગુજરાતમાં આવેલા આ મંદિર વિશે

યુદ્ધની શરૂઆતમાં પાકિસ્તાને પાકિસ્તાનથી તદ્દન સ્વતંત્ર એવાં કાશ્મીર વિદ્રોહીઓને આ લડત માટે દોષી ઠેરવ્યાં, પરંતુ યુદ્ધમાં મૃત્યુ પામેલાં પાકિસ્તાની અદ્યલશ્કરી દળોનાં આગેવાન જનરલ અશરફ રશીદ હતાં. LOCની ભારતીય બાજુ પરથી ટેકરીઓ પર પાકિસ્તાની સૈન્ય અને આતંકવાદીઓએ ઘુસણખોરી કરી હતી. ભારતીય ભૂમિદળેવાયુસેના નાં સહયોગ વડે મોટા ભાગની ટેકરીઓ પર ફરીથી કબ્જો કયોઁ. આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્રારી વિરોધનો સામનો કરી રહેલાં પાકિસ્તાને પીછેહઠ કરી. આ વિજય પાછલ કેપ્ટન વિક્રમ બત્રા, નાઈક ડિગેન્દ્ર કુમાર, કેપ્ટન સૌરભ કાલિયા, મનોજ કુંમાર પાંડે, રાઈફલમેન સંજય કુમાર, મેજર પદમપની આચાયઁ, મેજર વિવેક ગુપ્તા, મેજર રાજેશસિંગ અધિકારી, યોગેન્દ્રસિંગ યાદવ, લેફ્ટેનન બલવાનસિંગ જેવાં મહાન વીર જવાનો નો મોટો હાથ હતો. તેમાં ખાસ કરીને કેપ્ટન વિક્રમ બત્રાએ પોતાની એક અલગ જ છાપ છોડી હતી.

Shershah

તેમણે એક એક કરીને દરેક ટેકરીઓ પર વાયુસેના નાં સહયોગથી મોટા ભાગની ટેકરીઓ પર ફરીથી કબ્જો કયોઁ. આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્રારી વિરોધનો સામનો કરી રહેલાં પાકાસ્તાને બાકીના ભારતીય વિસ્તાર માંથી પીછેહઠ કરી. ત્યારે કેપ્ટન વિક્રમ બત્રા અને તેમનાં સાથીદારોએ ત્યાં તિરંગો લહેરાવ્યો. તે સમયે કેપ્ટન વિક્રમ બત્રાને જાણ થઈ કે તેમનાં એક સાથીને પાકિસ્તાની સૈનિકોએ ઘેરી લીધા છે. તે તરત જ ટેકરી તરફ વળ્યાં, અને ફાઈરિંગ ચાલું કરી દિધી. તેમણે ગોળીઓનાં વાર પોતાનાં શરીર ઉપર જેલતાં જઈને પોતાનાં સાથીને બચાવ્યો અને પાકિસ્તાની સૈનિકોને પાછળ ધકેલી દીધાં. અને તે પછી તે મૃત્યુ પામ્યાં. પાકિસ્તાની સૈનિકોમાં કેપ્ટન વિક્રમ બત્રા નો એટલો ભય હતો કે તેઓ તેમને “શેરસાહ” નામ થી બોલાવતાં હતાં.

આ યુદ્ધપવઁતીય ભુપ્રદેશમાં ઉચ્ચ ઊચાંઈ પર લડાયેલ યુદ્ધનું સૌથી તાજેતરનું ઉદાહરણ છે, જેણે યુદ્ધનાં બંને દળો માટે નોંધપાત્ર લોજિસ્ટિક સમસ્યાઓ ઉભી કરી હતી. પરમાણું રાજ્યો વચ્ચે સીધો, પંરપરાગત યુદ્ધનો પણ આ એક માત્ર દાખલો છે. આમ જ અનેકો વીર જવાન રોજ સીમા ઉપર ડટીને દિવસ રાત દેશની રક્ષા કરે છે. આપણે ફક્ત ૨૬મી જાન્યુઆરી કે ૧૫મી ઓગસ્ટે ભારતમાતાને યાદ કરીએ છીએ, ફક્ત એ બે જ દિવસ તિરંગો લહેરાવીએ છીએ, તો શું ખાલી એ બે જ દિવસ તિરંગાનું સમ્માન હોય છે, બાકી નાં દિવસો નહી? જે તિરંગા ને હંમેશાં ઊચો રાખવાં માટે વીર જવાનો દેશની સીમા ઉપર દિવસ રાત એક કરે છે તે જ તિરંગો ૨૬મી જાન્યુઆરી કે ૧૫મી ઓગસ્ટ નાં બીજા જ દિવસે રોડ ઉપર કે કચરાપેટી માં કેમ જોવાં મળે છે? શું આટલું જ હોય છે તિરંગા નું સમ્માન?

Whatsapp Join Banner Guj