Vitamin B12

Vitamin B12: વિટામિન B-12 ની ઉણપ થવા પર શરીરમાં દેખાય છે આવા લક્ષણો- વાંચો વિગત

Vitamin B12: વિટામીન B-12 ની કમી શરીરમાં થવાથી મેટાબોલિઝમ, ડી.એન.એ સેંથેસિસ અને રેડ બ્લડ સેલ્સનાં ગઠન પર અસર પડે છે

હેલ્થ ડેસ્ક, 17 ઓગષ્ટઃ Vitamin B12: વિટામીન B-12 શરીર માટે ખુબ જ જરૂરી હોય છે. શરીરમાં તેની ઊણપ થવાથી ઘણા રોગો થવા લાગે છે. એટલા માટે તે ખુબ જ જરૂરી છે કે તમે વિટામીન B-12ની કમી ને શરીરમાં ન થવા દો. વિટામીન B-12 ની કમી શરીરમાં થવાથી મેટાબોલિઝમ, ડી.એન.એ સેંથેસિસ અને રેડ બ્લડ સેલ્સનાં ગઠન પર અસર પડે છે. એટલું જ નહીં નર્વસ સિસ્ટમ માટે પણ વિટામીન B-12 જરૂરી હોય છે.

શરીરમાં વિટામિન B-12(Vitamin B12) ની ઊણપ હોવાના ઘણા કારણ હોય છે. જેમાંથી વિટામીન B-12 યુક્ત આહારનું સેવન ન કરવું મુખ્ય કારણ માનવામાં આવે છે. તે સિવાય વિટામીન B-12 ની કમી હોવા પર ઘણી પ્રકારનાં લક્ષણ પણ દેખાવા લાગે છે. નીચે બતાવવામાં આવેલા લક્ષણ દેખાવા લાગે તો તમે પણ સમજી જાવ કે તમારા શરીરમાં વિટામીન B-12 ની ઉણપ થઈ ગઈ છે.

  • હાઇપરપિગ્મેન્ટેશન હોવાથી સ્કિન પર ડાઘ, ધબ્બા, પેચ કે શરીરની સ્કિન કાળી પડવા લાગે છે. જો તમારા શરીરનો કોઇ ભાગ કાળો થવા લાગે કે ચહેરા પર કાલા પેચ પડી જાય તો સમજી લો કે તમને વિટામીન B-12 ની ઉણપ થઈ ગઈ છે. મતલબ વિટામીન B-12 ની ઉણપ થી સ્કિન વધારે માત્રામાં મેનાલીન નામનું પિગમેન્ટનું ઉત્પાદન કરવા લાગે છે. વળી ઘણા લોકોને વધતી ઉંમર કે વધારે તડકામાં રહેવાના કારણે હાઇપરપિગ્મેન્ટેશન નાં રોગ લાગી જાય છે.
  • સેફદ ડાઘ હાઇપરપિગ્મેન્ટેશન થી વિપરીત હોય છે. આ રોગ હોવા પર સેફદ ડાઘમાં મેલેનીન ની ઉણપ થઈ જાય છે. જે સફેદ પેચનું કારણ બને છે. આ સ્થિતિને સેફદ ડાઘ  કહે છે. આ રોગ શરીરનાં તે ભાગમાં વધારે પ્રભાવિત કરે છે જે સુરજ પ્રકાશનાં સીધા સંપર્કમાં આવે છે. જેમ કે ચહેરા, ગરદન અને હાથ.
  • શરીરમાં પર્યાપ્ત માત્રામાં વિટામીન B-12 હોવાથી વાળનો વિકાસ સારી રીતે થાય છે. જ્યારે જે લોકોના શરીરમાં વિટામીન B-12 ની ઉણપ હોય છે, તે લોકોના વાળ પર તેની સીધી અસર પડે છે. વિટામીન B-12 ની ઉણપ થવાથી વાળ ખરવા લાગે છે અને કમજોર થઈ જાય છે, એટલા માટે જે લોકોના વાળ વધારે ખરવા લાગે તો સમજી જાવ કે તેમના શરીરમાં વિટામિન B-12 ની ઊણપ હોઈ શકે છે.
  • વિટામીન B-12 ની ઉણપનાં અન્ય લક્ષણ ત્વચાનો રંગનો હળવો પીળો પડવો, જીભનો રંગ પીળો કે લાલ થવો, મોઢામાં છાલા પડવા પણ હોઈ શકે છે. જ્યારે વિટામીન B-12 ની કમી ને કેવી રીતે દુર કરી શકાય તે આ પ્રકારે છે.

આ પણ વાંચોઃ Mosquito-borne disease case: શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ ‌વધતા, ચિકનગુનિયા, મેલિરિયા, ડેન્ગયુ કેસમાં વધારો…વાંચો વિગત

આ વસ્તુનું કરો સેવન-

  • દુધ અને દુધ ઉત્પાદન જેમ કે દુધ, પનીર, દહીં, છાશ, અખરોટ વગેરેને પણ પોતાની ડાયટમાં જરૂર સામેલ કરો.
  • લાલ રક્ત કોશિકાઓનાં નિર્માણમાં વિટામીન B-12 મહત્વની ભુમિકા નિભાવે છે. રક્તમાં વિટામીન B-12 ની કમીથી આરબીસી ની સંખ્યા પણ ઘટવા લાગે છે. જો કે જે લોકો આયોડીન યુક્ત તથા ઉપર બતાવવામાં આવેલી વસ્તુઓ નિયમિત રૂપથી ખાય છે, તેમના શરીરમાં વિટામીન B-12 ની કમી નથી થતી.
Whatsapp Join Banner Guj