Tokyo paralympic Games

Tokyo paralympic Games: પેરાલિમ્પિકમાં ભાગ લેવા ભારતની ૫૪ સભ્યોની ટીમ ટોક્યો જવા રવાના- વાંચો ક્યા ખેલાડીઓ છે આ યાદીમાં સામેલ?

Tokyo paralympic Games: ગુજરાતની પારૃલ પરમાર બેડમિંટનમાં,ભાવિના પટેલ અને સોનલ પટેલ ટેબલ ટેનિસમાં સ્પર્ધામાં ઉતરશે

સ્પોર્ટ્સ ડેસ્ક, 16 ઓગષ્ટઃ Tokyo paralympic Games: જાપાનમાં ફરી એકવાર કોરોનાના કેસો વધી રહ્યા છે. તેવામાં પેરાલિમ્પિક ગેમ્સ રાજધાની ટોક્યોમાં 24 ઓગસ્ટથી શરૂ થવાની છે. આમ આયોજકો સોમવારે કહ્યું કે ટોક્યો પેરાલિમ્પિક્સમાં દર્શકો પર વાયરસના જોખમને કારણે પ્રતિબંધ મૂકવામાં આવશે.

ગુજરાતની બેડમિંટન ખેલાડી પારૃલ પરમાર તેમજ ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ અને સોનલ પટેલ સહિતની ૫૪ સભ્યોની ભારતીય પેરાલિમ્પિક ટીમ ટોક્યોમાં યોજાનારા દિવ્યાંગોના ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે રવાના થઈ હતી. દિવ્યાંગો માટેના ઓલિમ્પિક કે જે પેરાલિમ્પિક તરીકે ઓળખાય છે, તેનો પ્રારંભ તારીખ ૨૪મી ઓગસ્ટથી ટોક્યોમાં જ થશે. ભારતને આ વખતે ટોક્યો પેરાલિમ્પિકમાં શાનદાર દેખાવની આશા છે. જેવલીન થ્રોમાં બે વખત પેરાલિમ્પિક(Tokyo paralympic Games)માં ગોલ્ડ મેડલ જીતી ચૂકેલો દેવેન્દ્ર ઝાઝરિયા ગોલ્ડન હેટ્રિક સર્જવા માટે આતુર છે. જ્યારે રિયો ઓલિમ્પિકની હાઈ જમ્પની ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારો મરિયપ્પન પણ ટોક્યોમાં ગોલ્ડન પર્ફોમન્સ આપવા માટે આતુર છે.

ભારતીય પેરાલિમ્પિક ટીમને સ્પોર્ટ્સ મંત્રી અનુરાગ ઠાકુરે એક વર્ચ્યુઅલ સમારંભમાં વિદાય આપી હતી. ભારતીય પેરાલિમ્પિક ટીમ આ વખતે ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરશે તેવી આશા રાખવામાં આવી રહી છે. ભારતે ૨૦૧૬ના રિયો પેરાલિમ્પિકમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરતાં બે ગોલ્ડ અને એક સિલ્વર તેમજ એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

પેરાલિમ્પિક(Tokyo paralympic Games)માં ખેલાડીઓની દિવ્યાંગતાના આધારે વિવિધ કેટેગરી નક્કી કરવામાં આવે છે, અને તેના આધારે ખેલાડીઓ જે તે કેટેગરીમાં ભાગ લે છે. વર્ષ ૨૦૦૪ અને ૨૦૧૬ના પેરાલિમ્પિકમાં ગોલ્ડ જીતનારો દેવેન્દ્ર એફ-૪૬ જેવલીન થ્રો ઈવેન્ટમાં ભાગ લેશે. જ્યારે મરિયપ્પન ટી-૬૩ કેટેગરીની હાઈ જમ્પની ઈવેન્ટમાં ઉતરશે. જેવલીન થ્રોની એફ-૬૪ કેટેગરીની ઈવેન્ટમાં વર્લ્ડ ચેમ્પિયન સંદીપ ચૌધરી ગોલ્ડ માટે દાવેદારી નોંધાવશે.

આ પણ વાંચોઃ Gambling case: પાંચ મહિલાઓને જુગાર રમતા પોલીસે કરી ધરપકડ, છોડવાના લીધા 27 હજાર, ખોટો કેસમાં ફસાવવાનો મહિલાઓ કર્યો દાવો-જુઓ વીડિયો

ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના ખેલાડીઓ વિવિધ નવ રમતોમાં સ્પર્ધા કરશે. રિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારો મરિયપ્પન પેરાલિમ્પિકના ઉદ્ઘાટન સમારંભમાં ભારતનો ફ્લેગ બેરર રહેશે. આ રમતોત્સવનું સમાપન તારીખ ૫ સપ્ટેમ્બરે થશે. 

પેરાલિમ્પિકના ઈતિહાસમાં ભારત અત્યાર સુધી કુલ ચાર ગોલ્ડ, ચાર સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યું છે. ભારતને પેરાલિમ્પિકમાં સૌ પ્રથમ મેડલ તરીકે ગોલ્ડ મળ્યો હતો. ઈ.સ. ૧૯૭૨માં પશ્ચિમ જર્મનીમાં આવેલા હૈડલબર્ગમાં યોજાયેલા પેરાલિમ્પિકમાં મુરલી પેટકરે સ્વિમિંગમાં ગોલ્ડ જીત્યો હતો. જે પછી ૧૯૮૪ના પેરાલિમ્પિકમાં બે સિલ્વર અને બે બ્રોન્ઝ જીત્યા હતા. વર્ષ ૨૦૦૪ના એથેન્સ  પેરાલિમ્પિકમાં દેવેન્દ્ર ઝાઝરિયાએ જેવલીન થ્રોમાં ભારતને ગોલ્ડ અપાવ્યો હતો. વર્ષ ૨૦૧૨ના લંડન પેરાલિમ્પિકમાં ભારતે એક સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે ૨૦૧૬માં ભારતે બે ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ જીત્યા હતા.

Whatsapp Join Banner Guj