Urja novel part 24

Urja part-24: ઉર્જાના જીવનમાં આવેલો વળાંક…3

પ્રકરણ: 24 (Urja part-24) ઉર્જાના જીવનમાં આવેલો વળાંક…3

Urja part-24: અંજનાબહેન સંજના પર ગરમ થયા.અંજનાબહેનનુ વારંવાર ટોકે રાખવું સંજનાને ખટકતુ હતું.
સંજના મોં બગાડતા કહે” આવી મમ્મી ત્યાં તમે તો એવી રીતે કહી રહ્યા છો કે જાણે મને કંઈ ખબર જ ન પડતી હોય!”આતો બહુ થયું ભાભી સામે મારુ સતત અપમાન કરે રાખે છે.સંજના મનમાં બખાડતા પોતાના રુમમાંથી તૈયાર થઈ આવે છે.

 સંજના કંઈ કહે એ પહેલા જ અંજનાબહેન બોલ્યા “ચાલ હવે સંજુ ગાડીમાં બેસ આપણો 2વાગ્યાનો શો છે,નહીં તો ચુકી જશું ફિલ્મના એપિસોડ.ઓફ…સંજુ….તુ બેસ તો….પછી આપણે વાત કરીએ ગાડીમાં….ચાલ હવે…સંજુ અકળામણવાળા અવાજ સાથે કહે” અરે…..હા….. મમ્મી….તારું તો ખરું છે લી…..
હો….ત્યારે આટલું કહી અંજનાબહેન ગાડીમાં બેસી ગયાં,સંજના પણ મમ્મીને ફોલો કરતાં ગાડીમાં બેસી ગઈ.ઉર્જા કાર ડ્રાઈવ કરી રહી હતી.

અંજનાબહેન ઉડો નિ:શાસો નાંખી કહે ચાલ ચર્ચા નથી કરવી તારી સાથે આપણે મોડું થાય છે”આટલું કહીને ગાડીમાં બેસી ગયાં પણ સંજનાના મનમાં આક્રોશ હજીયે દબાયેલો હતો.
       વાતો વાતોમાં થિયેટર આવી પણ ગયું ખબર જ ન રહી,પોતાની સીટ મુજબ ગોઠવાઈ ગયા.

અંજનાબહેન તેમની દિકરીને વ્હાલથી પ્રસરાવતા કહે”દિકરા શું થયું ક્યાં વિચારોમાં ખોવાઈ ગઈ?દિકરી આપણે જ્યાં જવાનું છે તે આવી ગયું.ચાલ હવે મારી વાતનું ખોટું ન લગાડ દિકરા…અંજનાબહેન ઉર્જાને પ્રેમથી આદેશ આપતાં કહે “ઉર્જા દિકરા ટીકીટ બુક કરાવી આપણી ?સંજના મનમાં બબડતા કહે છે,”આ બહુ વધુ પડતા કહ્યાગરા થવા જાય છે.”

(ઉર્જા)સાસુમાની વાતનો પ્રત્યુત્તર આપતાં કહે”હા…મમ્મી…બધું થઈ ગયું છે.”થિયેટરમા ગોઠવાઈ ગયા,ફિલ્મ શરૂ થઈ.

ફિલ્મ જોઈ આપણે અમદાવાદ સાયન્સસીટીથી લો ગાર્ડન પછી ગાંધીનગર અક્ષરધામની મુલાકાત લઈ રેસ્ટોરન્ટમાં જમી ઘરે જાશું.”અંજનાબહેન આજનું ટાઈમટેબલ જણાવે છે.

         ઉર્જા હકારાત્મક રીતે માથું ધૂણાવી જવાબ આપે છે.હા…મમ્મી…જેવી તમારી ઈચ્છા….

થિયેટરમાં એન્ટ્રી લઈ સૌ ફિલ્મ જોવા બેસી જાય છે.ફિલ્મોમાં આવી રહેલો લવસ્ટોરીનો સીન ઉર્જાને જાણે અજાણે પ્રણયની યાદ અપાવે છે.પણ થિયેટરમાં પોતાની જાતને બહુ મુશ્કેલીથી સંભાળે છે.
(સંજના મનમાં બોલે કે આ જોવો લાજ શરમ મૂકી બેશર્મની જેમ બેઠા છે ભાઈનું અવસાન શું થયું આ તો આઝાદ પંછી બની ગયા.તમારે તો પાંખો આવી ગઇ.)અંજનાબહેન પણ દિકરા પ્રણયને જાણે અજાણે યાદ કરતાં હોય છે,પણ ઉર્જા દુઃખી ન થાય માટે મનમાં સતત આ ઘાવ પીતા રહે છે.

અંજનાબહેન તેમની દિકરી સમાન પુત્રવધૂના મનની વ્યથા સમજી જાય છે.દિકરા જે બની ગયું એતો આપણે નથી બદલી શકવાના ને…માટે જે બન્યું છે એનો હિંમતપુર્વક સામનો કર.”તુ તો મારી બહાદુર બેટી છો….ને…ચાલ હવે આંખો લૂછી નાંખ.”લે પાણી પી…તુ તો મારી સિંહણ દિકરી છે…સિંહણ આમ રડે…એમ મારી ઉર્જા પણ ન રડે….ચાલ ચુપ થઈ જા…”

  ફિલ્મ પુરી થઈ સૌ બહાર નિકળ્યા.પછી સાયન્સસીટી તરફ ટર્ન લીધો. માઉન્ટઆબુ પછી ઉર્જાનો આ બીજીવાર પિકનિક હતી.ત્રણવર્ષે તેના જીવનમાં શું બદલાવ આવ્યો તે વિચાર જ તેને હચમચાવી રાખતો.પ્રણયની યાદમાં સરી પડી પણ પોતાની જાતને મજબૂત બનાવી પરિસ્થિતિ સામે લડવાનું જો હતું.

તો એકબાજુ સંજનાના ચહેરે ઉદાસી છવાયેલી હતી.તે મનોમન પોતાની જાતને સતત ઉર્જા સાથે સરખાવતી,

હવે આ દિલ અને મન સાથે ચાલી રહેલી ગડમથલમાં સંજના ભુલી જ ગઈ કે સાયન્સસીટી પણ આવી ગયું,આજની પિકનિક ક્યાં પુરી થઈ ખબર જ ન રહી.
સંજના દિલમાં ઇર્ષાની અગ્નિ કેમેય કરી શાંત પડતી નોહતી.મનમાં સતત ભભૂકી રહેલી ઈર્ષાની અગ્નિ સંજનાને જે બોલાવવાનું હતું તે બોલાવી દીધું.

“એ….ભાભી….મમ્મી… પપ્પા…તમને છૂટછાટ શું આપે તમે તો લાજ શરમ નેવે મૂકતા જાવ છો.તમારા પતિને ગુજરે ત્રણવર્ષ પણ પુરા નહીં થયા ને તમે તો આમ બેશર્મની જેમ ફિલ્મ ને પિકનિક જોવા નિકળી પડ્યા…શું આ રીત છે તમારા પિયરની….??અમારામાં તો વિધવા સ્ત્રી ઘરની બહાર પગ પણ ન મૂકે ને,જમીન પર બેસી માળા ફેરવે પોતાના જાતને એકરુમમા બંધ રાખે નહીં કે આમ….તમારી જેમ…. તમે….તો….મને….તો….કહેતા પણ શરમ આવે….અરે….હા….ય….હા…..ય…..”

“સંજના બચ્ચાં તને શું થયું છે આજ કેમ આવું બોલે છે?,મારાથી કંઈ તને એવું બોલાઈ ગયું હોય તો તારી માફી ચાહું છું.”આટલું કહી ઉર્જા રડી પડી…
વાહ….ભાભી….તમારુ માનવું પડે બાકી વાતવાતમાં રડી મમ્મી પપ્પાને પોતાના તરફ કરી લેવાનું બાકી માનવું પડશે.
ત્યાં જ એકાએક અંજનાબહેન આવી ગયા.
સંજનાને ખેંચી લાફો ઝિક્યો.ઉર્જાને ગુસ્સાભરી નજરે કહે “હવે….તો….ખુશ…ને…મળી ગઈ મનને ટાઢક….”એ…ય….એકદમ…ચુપ…પ….એકદમ ચુપ….

હવે એક શબ્દ નહીં….તું પોતાના રુમમાં જા…કહ્યું ને શું મનફાવે તેમ બોલે જાય છે ભાન….છે….કે નહીં….એ ન ભૂલ તારી ભાભી છે….આવા સંસ્કાર મેં તને આપ્યા છે….ભૂલી ગઈ કે ભાભી મા સમાન કહેવાય…..તે કે …..તને મારે તારી ભાષામાં જ યાદ કરાવવું પડશે જા….હવે…..છાનીમાની….ભણવા બેસ ન જોઈ હોય તો રીતરિવાજોની ફેક્ટરી….
વધુમાં અંજનાબહેન કહે”સંજુ તારે આવા બધાં લપમા પડવા કરતાં ભણવામાં ધ્યાન રાખ તો સારું રહેશે….મૂકબીજી પળોજણ આટલું કહી અંજનાબહેન સંજના પર વરસી પડે છે.”

વાહ….મમ્મી આજકાલની છોકરી માટે તુ મારી ઉપર હાથ ઉઠાવે જોઈ લીધી આજે તો માની મમતા કહેવુ પડે….હું સાચું કહીશ તો હું જ ખરાબ લાગીશ…જ્યારે આના કલંકીની કલંક લગાડશે ત્યારે તને આ દિકરી યાદ આવશે,અત્યારે હું કંઈ નહીં બોલું એ દિવસે વાત…
(સંજના પોતાની જાતને સતત ઉર્જા સાથે કંપેરિઝન કરી ઉતરતી માનતી,સંજનાની આ સ્પર્ધાએ હીન્નવૃતિનું ભયંકરરુપ લીધું.) ઉર્જાનાને વિધવા હોવાનું મેણાટોણાથી વિંધવુ ત્યાં સુધી તો ઠીક હતું,ઉર્જા સાથે ઉભા રહેવા સતત મનમાંને મનમાં વલોપાત કરતાં રહેવું તે પણ ઠીક હતું,સંજનાને ઉર્જા હવે આંખે આડી આવતી, તે કોઈપણ રીતે ઉર્જાને કાઢવા માંગતી હતી.

પણ તે નાકામયાબ જતી કેમકે અંજનાબહેનનુ પીઠબળ હતું.એટલે અંજનાબહેન અને ઉર્જા વચ્ચે ખટરાગ કરાવવાના બહુ પ્રયત્ન કર્યા પણ વ્યર્થ તે ના કામયાબ નિવડી પણ સંજના પણ કંઈ હારમાને તેમ થોડી હતી.પણ હવે હદ તો ત્યારે થઈ સંજના પોતાના ખતરનાક પ્લાનને અંજામ આપી રહી હતી.

એ પ્લાન શું હશે તે ભાગ નં 25મા જોઈ શકશો હવે મળીએ નવા ભાગમાં…

આ પણ વાંચો..Intjaar part-9: સાંજે વસંતી અને કુણાલ આવી ગયા. કુણાલે વસંતી ને પૂછ્યું કે….

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *