new born kid

17 year old girl gave birth to a baby girl: 17 વર્ષની કિશોરીએ બાળકીને જન્મ આપ્યો

17 year old girl gave birth to a baby girl: તમિલનાડુ પોલીસે જાણકારી આપી છે કે 17 વર્ષની એક કિશોરીએ બાળકીને જન્મ આપ્યો છે

અમદાવાદ, 23 એપ્રિલ: 17 year old girl gave birth to a baby girl: તમિલનાડુના તંજાવુર જિલ્લામાં એક 17 વર્ષની કિશોરીએ બાળકીને જન્મ આપ્યો છે. આ વાત બહાર આવતા જ સમગ્ર હોસ્પિટલમાં હો હા થઈ ગઈ છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ  કિશોરીએ જે બાળકીને જન્મ આપ્યો છે તેના પિતા વિશે જાણીને બધા દંગ રહી ગયા છે. તમે જાણશો તો તમે પણ ચોંકી જશો.

પોલીસે જાણકારી આપી છે કે 17 વર્ષની એક કિશોરીએ બાળકીને જન્મ આપ્યો છે. આ મામલે તંજાવુર મહિલા પોલીસે શારીરિક અપરાધો થી બાળકોને સંરક્ષણ કાયદા (POCSO) હેઠળ આરોપીની ધરપકડ કરાઈ છે. લોકો બાળકીના પિતા વિશે જાણીને ચોંકી ગયા છે. કારણ કે આ 17 વર્ષની કિશોરીની સાથે કથિત રીતે શારીરિક સંબંધ બનાવીને તેને ગર્ભવતી કરવાના આરોપમાં જેની ધરપકડ થઈ છે તે 12 વર્ષનો છોકરો છે. પોલીસના જણાવ્યાં મુજબ રાજા મિરાસુદર હોસ્પિટલથી પોલીસચોકીને સૂચના મળી કે થોડા દિવસ પહેલા 17 વર્ષની એક કિશોરીએ બાળકીને જન્મ આપ્યો છે.

પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે 17 વર્ષની છોકરી અને 12 વર્ષના છોકરા વચ્ચે છેલ્લા કેટલાક વર્ષથી સંબંધ હતો. બંનેએ શારીરિક સંબંધ બનાવ્યા અને ત્યારબાદ છોકરી ગર્ભવતી થઈ. પીડિતાના નિવેદને આધારે છોકરાની ધરપકડ થઈ છે. પોલીસ એ વાતની પણ તપાસ કરી રહી છે કે તેમાં કોઈ અન્ય વ્યક્તિ તો સામેલ નથી ને. પોલીસના જણાવ્યાં મુજબ છોકરો અને છોકરી બંને એક જ શાળામાં ભણતા હતા. બંને શાળા છોડી ચૂક્યા છે અને એક સાથે જ બાજુબાજુમાં રહે છે.

છોકરીના પેટમાં અચાનક દુ:ખાવો થતા માતા પિતા તેને 16 એપ્રિલના રોજ રાજા મીરાસુદર સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. જ્યારે ડોક્ટરોએ તપાસ કરી તો ખબર પડી કે તે નવ મહિનાની ગર્ભવતી હતી અને તે જ દિવસે તેણે એક બાળકીને જન્મ આપ્યો. હોસ્પિટલ તરફથી પોલીસ સુધી આ સૂચના પહોંચી તો મહિલા પોલીસે કિશોરીની પૂછપરછ કરી. છોકરીના નિવેદનના આધારે છોકરાની પોક્સો એક્ટની કલમ 5(1) અને 5(જે) (ii) હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને તેને તંજાવુરના કિશોર ગૃહમાં મોકલી દેવાયો છે.

આ પણ વાંચો..RBI New guideline for Credit card: રિર્ઝવ બેંકે ક્રેડિટ અને ડેબિટ કાર્ડને જારી અને ક્લોઝર અંગેના નિયમો સખત કરવાના આપ્યા નિર્દેશ

Gujarati banner 01