Anupama arranged money for engagement ring Vanraj scolds edited

ટીવીની નંબર વન સીરિયલ Anupamaaના પાંચ લોકો આવ્યા કોરોના પોઝિટિવ- તો શું લીડ એકટ્રેસ વિના શૂટિંગ થશે?- વાંચો વિગતે માહિતી

Anupamaa

ટીવી ડેસ્ક, 02 એપ્રિલઃ ટેલિવિઝનની નંબંર વન સીરિયલ ‘અનુપમા’(Anupamaa)ની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રૂપાલીની સાથે ત્રણ ક્રૂ મેમ્બર્સ પણ પોઝિટિવ આવ્યા છે. સેટ પર પોઝિટિવ કેસ આવ્યા હોવા છતાંય શૂટિંગ ચાલુ છે. ત્રણ દિવસ પહેલાં આશિષ મેહરોત્રાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્રણ દિવસની અંદર સેટ પર પાંચ લોકો પોઝિટિવ આવ્યા છે.

આ પહેલા શો(Anupamaa)માં રૂપાલી ગાંગુલીનો મોટો દીકરો પારીતોષની ભૂમિકા નિભાવી રહેલા આશિષ મલ્હોત્રા પણ કોરોના વાયરસથી સંક્રમિત થયો હતો. જે બાદ હાલમાં તેના વિદેશ જવાનો ટ્રેક શોમાં લાવવામાં આવ્યો છે. રૂપાલીનો રિપોર્ટ આજે સવારે જ આવ્યો છે, જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રૂપાલીમાં કોરોનાનાં લક્ષણો નહોતાં. રૂપાલી ગાંગુલી સિવાય ટીમના અન્ય સભ્યોના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ADVT Dental Titanium

આ દરમિયાન પ્રોડ્યૂસર રાજન સાહી અને તેની ટીમ સિરિયલને આગળ કેવી રીતે ચલાવવી તેની મથામણમાં વ્યસ્ત છે. હાલમાં સિરિયલમાં ડિવોર્સ ટ્રેક પર ફોકસ કરવામાં આવ્યું છે, પરંતુ સિરિયલની લીડ એક્ટ્રેસ રૂપાલીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હવે ટ્રેકમાં ફેરફાર કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. સિરિયલમાં વનરાજ શાહનો રોલ પ્લે કરતાં સુધાંશ પાંડેની તબિયત બે દિવસથી ખરાબ છે. તેણે પણ ટેસ્ટ કરાવ્યો છે. જોકે, તેનો રિપોર્ટ્સ આવતીકાલે (3 એપ્રિલ) આવશે.

સેટ પર એક સ્પોટબોય, લાઈટમેન તથા અન્ય એક ક્રૂ મેમ્બર્સ પોઝિટિવ આવ્યા છે. છેલ્લાં ત્રણ દિવસમાં ‘અનુપમા’ના સેટ પર પાંચ લોકો કોરોનાનો ભોગ બન્યા છે. ટેલિકાસ્ટને ધ્યાનમાં લઈને મેકર્સ હાલમાં શૂટિંગ અટાકવવાના પક્ષમાં નથી.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

પાકિસ્તાન(Pakistan)ની સાન આવી ઠેકાણેઃ ભારતમાંથી કપાસ-યાર્ન, વ્હાઇટ શુગરની આયાત કરવાનો નિર્ણય કર્યો; વેપાર પરથી પ્રતિબંધ હટાવ્યો- વાંચો સંપૂર્ણ અહેવાલ