money laundering

ED lists bollywood actresses: ઇડીએ ઠગ સુકેશ સાથે સંલગ્ન પાંચ બોલિવૂડ અભિનેત્રીની યાદી બનાવી- વાંચો વિગત

ED lists bollywood actresses: ઇડીના અિધકારીઓ ટૂંક સમયમાં આ ભેટ ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ કરશે

બોલિવુડ ડેસ્ક, 25 ડિસેમ્બરઃ ED lists bollywood actresses: એન્ફોર્સમેનટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે કિથત જોડાણ ધરાવતી પાંચ બોલિવૂડ અભિનેત્રીની યાદી તૈયાર કરી છે. તેઓએ ક્યાં તો સુકેશ પાસેથી ભેટ મેળવી છે આૃથવા તો તેની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલી હોવાનું કહેવાય છે. આ અભિનેત્રીઓમાં જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહીનો સમાવેશ થતો નથી. તેઓની ઇડી દ્વારા પૂછપરછ થઈ ચૂકી છે. 

તપાસ સંસૃથા આ પાંચેય અભિનેત્રી(ED lists bollywood actresses)ની ટૂંક સમયમાં સમન્સ પાઠવે તેવી સંભાવના છે.  ત્યાં સુધી તેઓની આ કેસમાં સાક્ષી તરીકે હાજરી રહેશે. જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહીના ઉદાહરણ પરથી ઇડી હવે પહેલા તો એ વાતની તપાસ કરશે કે આ અભિનેત્રીઓને ઠગ સુકેશની વાસ્તવિકતાની ખબર હતી કે નહી. તેઓ તે વાતની પણ તપાસ કરશે કે શા માટે તેઓએ ભેટ મેળવી.

આ પણ વાંચોઃ Christmas 2021: શા માટે ઉજવાય છે નાતાલ, વાંચો કથા

આ દરમિયાન ઇડી જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહીને ઠગ સુકેશ ચંદ્રશેખર પાસેથી મળેલી મોંઘી ભેટ જપ્ત કરે તેમ માનવામાં આવે છે. ઇડીના અિધકારીઓ ટૂંક સમયમાં આ ભેટ ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ કરશે.તેમા લકઝરી કાર, હીરા અને બેગનો સમાવેશ થાય છે, જે જેકલીન ફર્નાન્ડેઝ અને ફતેહી પાસે છે. 

ઇડીને શંકા છે કે ઠગ સુકેશે જેકલીન ફર્નાન્ડીઝને દસ કરોડથી પણ વધારે રકમની ભેટ આપી છે. જ્યારે નોરા ફતેહીને બીએમડબલ્યુ કાર ભેટમાં આપી છે. આ ભેટ પણ ખંડણીના નાણાથી ખરીદવામાં આવી હોવાનું મનાય છે. ઠગ સુકેશ ચંદ્રશેખર પર જુન 2020થી મે 2021 દરમિયાન બિઝનેસમેનની પત્ની પાસેથી 200 કરોડ વસૂલવાનો આરોપ છે.

Whatsapp Join Banner Guj