Film bedhadk starcast

Film bedhadk starcast: વધુ એક સ્ટાર કિડ લૉન્ચ કરી રહ્યો છે કરન જોહર, ફિલ્મ ‘બેધડક’થી ત્રણ નવા કલાકાર કરશે ડેબ્યૂ- વાંચો વિગત

Film bedhadk starcast: આ ફિલ્મથી સંજય કપૂર-મહિપ કપૂરની દીકરી શનાયા કપૂર બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે

બોલિવૂડ ડેસ્ક, 04 માર્ચઃFilm bedhadk starcast: બોલિવૂડ ફિલ્મમેકર તથા પ્રોડ્યૂસર કરન જોહરે નવી ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મથી સંજય કપૂર-મહિપ કપૂરની દીકરી શનાયા કપૂર બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મનું નામ ‘બેધડક’ છે.

‘બેધડક’ને ડિરેક્ટર શશાંક ખૈતાન ડિરેક્ટ કરશે. ફિલ્મમાં શનાયા ઉપરાંત લક્ષ્ય તથા ગુરફતેહ સિંહ પિરઝાદા પણ છે. ફિલ્મમાં શનાયા નિમ્રતનો રોલ પ્લે કરશે. ઉલ્લેખનીય છે કે લક્ષ્યને આ પહેલાં કરન જોહરે ફિલ્મ ‘દોસ્તાના 2’માં લીધો હતો

આ પણ વાંચોઃ 107 students returned through Ganga operation Gujarat: યુક્રેનથી વધુ 107 ગુજરાતના વિદ્યાર્થીઓ ઓપરેશન ગંગા થકી પરત આવ્યા- વાંચો વિગત

Shanaya Kapoor to make Bollywood debut with Dharma Productions - The Hindu
શનાયા કપૂર

શનાયા કપૂર અનિલ કપૂરના નાના ભાઇ સંજય કપૂરની દીકરી છે. શનાયા ફિલ્મોમાં ભલે હવે ડેબ્યુ કરી રહી હોય પરંતુ તે હંમેશા લાઇમ લાઇટમાં રહી છે. પાર્ટીઝમાં હાજરી હોય કે પોતાના બોલ્ડ ફોટોશૂટના કારણે હમેશા ચર્ચામાં રહી છે. નોંધનીય છે કે શનાયા ચંકી પાડેની દીકરી અનન્યા પાંડે અને શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનની બેસ્ટ ફ્રેન્ડ છે.

Lakshya: Lakshya is gearing up for his Bollywood debut | Hindi Movie News -  Times of India
લક્ષ્ય લાલવાણી

લક્ષ્યે ટીવીથી પોતાની કરિયરની શરૂઆત કરી છે. તેણે કેટલીક ટીવી સિરિયલ્સમાં કામ કર્યું છે. તેનું પૂરું નામ લક્ષ્ય લાલવાણી છે. તેને MTVના શો ‘વોરિયર હાઈ’થી લોકપ્રિયતા મળી હતી. આ ઉપરાંત તેણે ‘પરદેશ મૈં હૈં મેરા દિલ’, ‘અધૂરી કહાની હમારી’ તથા ‘પોરસ’માં કામ કર્યું છે. તેણે શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘હસીના પારકર’માં નાનકડો રોલ પ્લે કર્યો હતો. લક્ષ્યે ધર્મા પ્રોડક્શન સાથે ચાર ફિલ્મ્સનો કોન્ટ્રાક્ટ કર્યો છે.

Gurfateh Singh Pirzada movies, filmography, biography and songs -  Cinestaan.com
ગુરફતેહ પિરઝાદા

પંજાબી પરિવારમાં જન્મેલો ગુરફતેહે 17 વર્ષની ઉંમરથી મોડલિંગ કરિયર શરૂ કરી હતી. 2017માં શોર્ટ ફિલ્મ ‘બેવજહ’થી એક્ટિંગ કરિયર શરૂ કરી હતી. 2020માં નેટફ્લિક્સની ફિલ્મ ‘ગિલ્ટી’માં કિઆરા અડવાણી તથા આકાંક્ષા રંજન સાથે જોવા મળ્યો હતો. ગુરફતેહની બહેન મેહરિન કૌર પિરઝાદા સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ તથા મોડલ છે.

નોંધનીય છે કે કરન જોહરે આ પહેલાં વરુણ ધવન, આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા, જાહન્વી કપૂર, ઈશાન ખટ્ટર, અનન્યા પાંડે, તારા સુતરિયાને બોલિવૂડમાં લૉન્ચ કર્યાં હતાં.