Manish Sisodia visited the cowshed

Manish Sisodia visited the cowshed: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ બનાસકાંઠામાં ગૌશાળાની મુલાકાત લીધી

Manish Sisodia visited the cowshed: ‘આપ’ની સરકાર બન્યા બાદ ગૌસેવા માટે જરૂરી રૂપિયાની કમી ક્યારેય નહીં પડવા દઈએઃ મનીષ સિસોદિયા

અમદાવાદ, 26 સપ્ટેમ્બરઃ Manish Sisodia visited the cowshed: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર મીડિયાને સંબોધતા કહ્યું કે, બનાસકાંઠા સમગ્ર દેશમાં ગૌવંશની રાજધાની ગણાય છે. ગૌ સેવાનું જેટલું કામ અહીંનાં લોકોએ કર્યું છે એટલું આખા દેશમાં ક્યાંય નથીથયું. અને અહીંની વિશાળ જનસંખ્યા ગૌ માતાની સેવા પર નિર્ભર છે. પરંતુ આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે જ્યારે લમ્પી વાયરસ સમગ્ર દેશમાં અને વિશ્વમાં ફેલાઈ રહ્યો હતો ત્યારે ગુજરાત સરકાર લમ્પી વાયરસ પ્રત્યે કોઈ જવાબદારી લઇ રહી નહોતી. ગૌશાળામાં કોઈ પણ સુવિધા આપવામાં આવી નથી. હજારો ગૌશાળાઓ અને બીજા તમામ ગૌપાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, સરકાર તરફથી કોઈ મદદ કરવામાં આવી રહી નથી.

ગુજરાતની ભાજપ સરકારે ગૌશાળા માટે 500 કરોડનું બજેટ બહાર પાડ્યું હતું, તો પણ આપ્યું નથી: મનીષ સિસોદિયા

બીજી તરફ ગુજરાતની ભાજપ સરકારે ગૌશાળા માટે 500 કરોડનું બજેટ જાહેર કર્યું હતું, પરંતુ હજુ સુધી આપવામાં આવ્યું નથી. આપણા સમાજમાં ગૌદાનની પ્રથા રહ્યા છે. માણસ ખોરાક પણ ખાય છે, કંઈક કમાય છે અને પછી સૌથી પહેલા ગાયનું દાન કરે છે. આ કેવી સરકાર છે જેણે જાહેર કર્યું કે અમે ગાય સેવા માટે 500 કરોડ રૂપિયા આપીશું, પરંતુ જેઓ ગૌશાળાના સેવક છે, ગૌપાલકો તેઓ દરેક જગ્યાએ ઠોકર ખાઈ રહ્યા છે, પરંતુ સરકારે 500 કરોડમાંથી 1 રૂપિયો પણ આપ્યા નથી. સરકારે તાળીઓ મેળવવા માટે 500 કરોડની વાત કરી હતી પરંતુ આજે આપણે સપ્ટેમ્બર આવી ગયો તો પણ આજદિન સુધી એક પણ ગૌશાળાને ₹1 આપવામાં આવ્યો નથી. ગૌમાતાના નામ પર ક્યાંય કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી અને સરકાર તેનાથી પાછીપાની કરી રહી છે જે ખૂબ જ ચિંતાજનક છે. હું સરકારને માત્ર એટલું જ કહેવા માંગુ છું કે સરકારે નક્કી કરેલું ગૌશાળાનું બજેટ, ગૌશાળાઓને આપી દેવું જઇએ, તે તેમનો હક છે. ગાય દીઠ જે પણ ખર્ચો થાય છે એ પણ આપવો જોઇએ. બીજું એ કે લમ્પી વાયરસ માટે સરકારે તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ કારણ કે ગૌસેવા ભારતની સંસ્કૃતિનો એક ભાગ છે, ગૌસેવા જીવનનો એક ભાગ છે, તો સરકારે ગૌસેવા પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવી જોઈએ.

આ પણ વાંચોઃ Inauguration of Bhadaj Circle Overbridge: અમદાવાદના ભાડજ સર્કલ પર 73.33 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ઓવરબ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રી શાહના હસ્તે લોકાર્પણ

ભાજપ સરકારે ગૌચરની જમીન ભૂ-માફિયાઓના કબજામાંથી ખાલી કરાવવી જોઈએઃ મનીષ સિસોદિયા

ગુજરાતમાં ચાલી રહેલ ત્રીજો મોટો મુદ્દો એ છે કે તમામ ભૂ-માફિયાઓએ ગૌચરની જમીનો કબજે કરી લીધી છે. ગૌચર પર નિર્ભર લોકો સંકટનો સામનો કરી રહ્યા છે, તેઓ ગાયો સાથે ક્યાં જાય? તેઓને એવી જગ્યાએ જવાની ફરજ પાડવામાં આવે છે જ્યાં જવાનું કાયદેસર રીતે પ્રતિબંધ છે. સરકારે આ તરફ પણ ધ્યાન આપવું જોઈએ અને ગૌચરની જમીન ખાલી કરવી જોઈએ જેથી ગાય ત્યાં ચરવા અને ફરવા જઈ શકે.

ડિસેમ્બરમાં ‘આપ’ની સરકાર બન્યા બાદ ગૌસેવા માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, તેનો તાત્કાલિક અમલ થશેઃ મનીષ સિસોદિયા

ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. તેથી, આમ આદમી પાર્ટી વતી હું કહેવા માંગુ છું કે ગૌસેવા માટે ગમે તેટલા પૈસાની જરૂર પડશે, અમે તેની કમી નહીં પડવા દઈએ. અને 500 કરોડની આ જોગવાઈ તાત્કાલિક અમલમાં મૂકવામાં આવશે. હું ગૌપાલકોને કહેવા માંગુ છું કે જો આ સરકાર તમને તમારો હક્ક નહીં આપે તો અઢી મહિના રાહ જુઓ, અને ડિસેમ્બરમાં અમારી સરકાર બનશે, પછી આખી પાઇનો હિસાબ થશે. તમને ગૌસેવા માટે જરૂર પડતી રકમ આપવામાં આવશે અને તેની સાથે અન્ય તમામ મદદની જરૂર પડશે, તે કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Rare uterine implantation: ગર્ભાશય દાન કરાતા દુર્લભ ગર્ભાશય પ્રત્યારોપણ કરનાર વિશ્વનું પ્રથમ યુટેરસ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર બન્યું IKDRC- વાંચો વિગત

Gujarati banner 01