MC Stan win Bigg boss 16 trophy

MC Stan win Bigg boss 16 trophy: માત્ર 12 વર્ષની ઉંમરે સ્ટેને કવ્વાલી ગાવાનું શરૂ કર્યું હતું, જાણો બિગ બોસ 16 ના વિનર વિશે

MC Stan win Bigg boss 16 trophy: પુણેમાં જન્મેલા એમસી સ્ટેન નું સાચું નામ અલ્તાફ શેખ છે…

બોલીવુડ ડેસ્ક, 13 ફેબ્રુઆરી: MC Stan win Bigg boss 16 trophy: એમસી સ્ટેને બિગ બોસ સીઝન 16નો ખિતાબ જીત્યો છે. તેઓએ 19 અઠવાડિયા સુધી ઘરમાં નિશ્ચિતપણે રહીને ટ્રોફી જીતી. શોના ફિનાલેમાં ટોચના પાંચ સભ્યો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. જેમાં સ્ટેને તમામને હરાવીને આ જીત મેળવી છે.

એવું માનવામાં આવતું હતું કે પ્રિયંકા ચહર ચૌધરી અથવા શિવ ઠાકરે બિગ બોસ સિઝન 16નું ટાઈટલ જીતી શકે છે, પરંતુ પરિણામ બિલકુલ ઊલટું આવ્યું છે. દરેકના આશ્ચર્ય વચ્ચે, સ્ટેન નવો વિજેતા બન્યો છે. તો ચાલો જાણીએ એમસી સ્ટેન વિશે….

કોણ છે એમસી સ્ટેન

30 ઓગસ્ટ 1999ના રોજ પુણેમાં જન્મેલા એમસી સ્ટેન નું સાચું નામ અલ્તાફ શેખ છે તેની માતા ગૃહિણી અને પિતા પોલીસ કર્મચારી હતા. તે પુણેમાં એક ચાલમાં રહેતો હતો. એમસી સ્ટેન બાળપણથી જ સંગીતમાં રસ હતો આજ કારણ હતું કે તે માત્ર 12 વર્ષની ઉંમરે કવ્વાલી ગાવાનું શરૂ કર્યું હતું.

અલ્તાફ શેખે કવ્વાલી કરવાનું શરૂ કર્યું અને તેનું મન અભ્યાસમાંથી હટતું ગયું. તેણે પૂણેની એક ખાનગી શાળામાં અભ્યાસ કર્યો, પરંતુ તેણે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો. બાળપણ માં અલ્તાફ ને ખુબ સંઘર્ષ કરવો પડ્યો હતો. તેને એવા દિવસો પણ જોયા છે જયારે તેને પૈસા ના અભાવે રસ્તા પર રાત વિતાવી પડી હતી.

આવી રીતે પડ્યું એમસી સ્ટેન નામ 

અલ્તાફ શેખના એમસી સ્ટેન બનવાની પણ એક જુદી વાર્તા છે.. સ્ટેન અમેરિકન રેપર એમિનેમનો મોટો ચાહક હતો. એટલા માટે તેણે પોતાના નામની આગળ સ્ટેન લગાવ્યું કારણ કે તે એમિનેમના ફેન બેઝનું નામ હતું. કવ્વાલીથી લોકોના દિલ જીતનાર અલ્તાફ ઉર્ફે સ્ટેન રેપ વિશે કંઈ જાણતો ન હતો. તેના મોટા ભાઈએ જ તેને રેપની દુનિયામાં પરિચય કરાવ્યો હતો.

એમસી સ્ટૅન હિપ-હૉપ ઇન્ડસ્ટ્રીમાં જાણીતો છે. હિપ-હૉપ માં આવતાં પહેલાં તે બીટ બૉસ્કિંહ અને બી-બોઇંગ કરતો હતો.પોતાના ગીતોમાંથી તે સારી કમાણી કરે છે. એમસી એ ઘણાં ગીતો ગાયાં છે. પરંતુ તેને ‘વાટા’ ગીતથી સફળતા મળી હતી, આ ગીતને યુટ્યૂબ માં 21 મિલિયન વ્યૂઝ મળ્યા હતા.

આ પણ વાંચો: This country forgetting wife’s birthday is illegal: અહીં પત્નીનો જન્મદિવસ ભૂલી જવું મનાય છે ગુનો! મળે છે આટલા વર્ષની જેલ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો