Praveg ltd logo

Praveg Ltd: પ્રવેગના ત્રીજા ક્વાર્ટરના નફામાં 200 ટકાનો વધારો

Praveg Ltd: પ્રવેગ લિમિટેડના 9M FY23ના કરવેરા બાદના નફામાં 208% ની વૃદ્ધિ

  • 9M FY23 ની કુલ આવક રૂા.65.81 કરોડ; 131.73% નો વધારો
  • 9M FY23 ની EBITDA રૂા.35.37 કરોડ; 188.26% નો વધારો
  • 9M FY23 નો કરવેરા બાદનો નફો રૂા.23.25 કરોડ; 207.54% નો વધારો
  • EPS રૂા.12.09; 195.60% નો વધારો

અમદાવાદ, 13મી ફેબ્રુઆરી: Praveg Ltd: ભારતના ટુરિઝમ, હૉસ્પિટલિટી તથા ઇવેન્ટ ઍન્ડ એક્ઝિબિશન મૅનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીઝની એક અગ્રણી કંપની પ્રવેગ લિમિટેડ (BSE – 531637) દ્વારા ત્રીજા ક્વાર્ટર અને 9M FY23 માટેનાં ઑડિટ નહિ થયેલા નાણાકીય પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.
પરિણામો પર એક નજરઃ
Q3 FY23:

ptv

પરિણામો અંગે જણાવતાં પ્રવેગ લિમિટેડના (Praveg Ltd) ચૅરમૅન વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું – “FY23ના પ્રથમ 9 મહિના દરમ્યાન કંપનીને યાત્રીપ્રવાસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો, જેની સકારાત્મક અસર કંપનીની કામગીરી અને પરિણામો પર જોવા મળી છે. ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી કોવિડ-19 મહામારીથી અસર પામી હોવા છતાં કંપની માટે આ એક ખૂબ સારા સમાચાર છે.

ભવિષ્યમાં પણ આ ટ્રેન્ડ જળવાઈ રહેવાની કંપનીને અપેક્ષા છે અને હજુ વધારે વૃદ્ધિ જોવા મળે તેવી સંભાવના કંપનીને દેખાઈ રહી છે. પોતાના પોર્ટફોલિયોમાં નવા રિસોર્ટ્સ ઉમેરીને કંપની પોતાની કામગીરી વધુ સુધારશે તેવો અમને વિશ્વાસ છે. આ અમારી વ્યૂહરચનાનો ભાગ છે, જેના કારણે કંપની નવાં માર્કેટ્સમાં પ્રવેશી શકશે તેમ જ ગ્રાહકોને વધુ વૈવિધ્યપૂર્ણ પ્રવાસન વિકલ્પો પૂરાં પાડી શકશે.”

પ્રવેગ લિમિટેડ વિશે


વર્ષ 2005માં સ્થાપિત પ્રવેગ લિમિટેડ (Praveg Ltd) એક્ઝિબિશન મૅનેજમેન્ટ, ઇવેન્ટ મૅનેજમેન્ટ, ટુરિઝમ, હૉસ્પિટલિટી અને પબ્લિકેશન જેવાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત અગ્રગણ્ય કંપની છે. સ્વતંત્ર અને સુસજ્જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નિપુણ અને અનુભવી મૅનપાવર તથા ઇન-હાઉસ ક્રિએટિવ સ્ટૂડિયો પ્રવેગની વૃદ્ધિને વધુ ગતિ આપે છે.

કંપનીના અનેકવિધ ક્લાયન્ટ્સમાં ગુજરાત રાજ્ય સરકાર, મોટાં ઉદ્યોગગૃહો અને નામાંકિત આંત્રપ્રેન્યર્સનો સમાવેશ થાય છે. પ્રવેગના વિશાળ પોર્ટફોલિયોમાં ભારત તથા યુએસએ, ચીન, દક્ષિણ કોરિયા, આફ્રિકા, યૂરોપ અને મિડલ ઇસ્ટમાં મોટા સ્તરના પ્રોજેક્ટ એક્ઝિક્યુશન્સનો સમાવેશ થાય છે.

Praveg Ltd: પ્રવેગ 20 કરતાં વધારે વર્ષોથી ઇવેન્ટ્સ અને એક્ઝિબિશન્સ મૅનેજમેન્ટમાં ઇન્ડસ્ટ્રી લીડર છે અને અત્યાર સુધીમાં 3000 કરતાં વધુ મોટી અને મધ્યમ કદની ઇવેન્ટ્સ અને એક્ઝિબિશન્સન સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. કંપની દ્વારા ટેન્ટ સિટી નર્મદા – સ્ટેચ્યૂ ઑફ યૂનિટી, ટેન્ટ સિટી વારાણસી અને વ્હાઇટ રણ રિસોર્ટ – રણ ઉત્સવ જેવા પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ્સનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવી રહ્યું છે.
FY22 માટે કંપનીએ રૂા.45.03 કરોડની રેવન્યૂ, રૂા.19.62 કરોડની EBITDA અને રૂા.12.23 કરોડનો ચોખ્ખો નફો હાંસલ કર્યો હતો.

આ પણ વાંચો:Copper plant in Gujarat: એરકન્ડીશનીંગ-રેફ્રિજરેશન એપ્લીકેશનમાં વપરાતી કોપર ટ્યુબનું ગુજરાતમાં થશે ઉત્પાદન…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *