Couple

This country forgetting wife’s birthday is illegal: અહીં પત્નીનો જન્મદિવસ ભૂલી જવું મનાય છે ગુનો! મળે છે આટલા વર્ષની જેલ…

This country forgetting wife’s birthday is illegal: આ કાયદો તેની સુંદરતા માટે પ્રખ્યાત ‘સમોઆ’ દેશમાં લાગુ છે, એટલું જ નહીં આ કાયદાનું ચુસ્તપણે પાલન પણ થાય છે

અમદાવાદ, 13 ફેબ્રુઆરી: This country forgetting wife’s birthday is illegal: તમે પરિણીત યુગલમાં ઘણી વખત જોયું હશે કે પતિ તેની પત્નીનો જન્મદિવસ ભૂલી જાય છે. આવી સ્થિતિમાં તેને પત્નીની નારાજગી અને ગુસ્સાનો સામનો કરવો પડે છે. આ પછી, પતિને માફી માંગવાનો સમય આવે છે અને પત્ની માફ કરી દે છે, પરંતુ દરેક જગ્યાએ આવુ થાય તે જરૂરી નથી.

ઘણી જગ્યાએ પતિઓને આની ભારે કિંમત પણ ચૂકવવી પડે છે. કિંમત પણ એવી કે કદાચ જ પતિ ફરી આ ભૂલ કરે. હા, અમે જે સ્થળની વાત કરી રહ્યા છીએ તે એક દેશ છે અને ત્યાં પત્નીનો જન્મદિવસ ભૂલી જવો ગુનો છે. કાયદા અનુસાર આ ગુના માટે પતિને પાંચ વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે. 

પ્રથમ ભૂલ માટે ચેતવણી 

આ કાયદો તેની સુંદરતા માટે પ્રખ્યાત ‘સમોઆ’ દેશમાં લાગુ છે. એટલું જ નહીં, આ કાયદાનું ચુસ્તપણે પાલન પણ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સમોઆમાં જો કોઈ પતિ પહેલીવાર પત્નીનો જન્મદિવસ ભૂલી જાય તો તેને ચેતવણી આપવામાં આવે છે. જો તે ભૂલ બીજી વખત થાય તો પતિને દંડ અથવા જેલની સજા થાય છે. કાયદામાં આ ગુના માટે 5 વર્ષ સુધીની જેલની જોગવાઈ છે.

કાયદા અમલીકરણ ટીમ

જો અહેવાલોનું માનીએ તો સમોઆમાં આ કાયદાનું પાલન થાય તે માટે ખાસ તૈયારી પણ કરવામાં આવી છે. પોલીસ કક્ષાએ આ માટે એક અલગ ટીમ કામ કરે છે. આ ટીમ આવી ફરિયાદો મળતાં તાત્કાલિક પગલાં પણ લે છે. એટલું જ નહીં, વચ્ચે વચ્ચે જાગૃતિ શિબિરો ચલાવીને પત્નીઓને પણ આ કાયદા વિશે જણાવવામાં આવે છે.

આ પણ વાંચો: Ambaji miyawaki farming: અંબાજીમાં ઓક્સીજનના ફેફસા શક્તિપીઠ બને તે માટે મિયાવાકી જાપાની ટેક્નોલોજીથી આ વનીકરણ કરવામાં આવ્યું…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો