Census digitally

Census digitally: હવે દેશમાં ડિજિટલ પદ્ધતિ દ્વારા થશે વસ્તી ગણતરી, કેન્દ્રીય ગૃહમંત્રીએ આપી જાણકારી

Census digitally: ડિજિટલ રીતે હાથ ધરવામાં આવેલી વસ્તી ગણતરીના આધારે તે આગામી 25 વર્ષની નીતિ નક્કી કરવામાં મદદ કરશે

નવી દિલ્હી, 10 મેઃCensus digitally: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે હવે દેશમાં ડિજિટલ વસ્તી ગણતરી થશે, જેના આંકડા સો ટકા સચોટ હશે. તેમણે કહ્યું કે ડિજિટલ રીતે હાથ ધરવામાં આવેલી વસ્તી ગણતરીના આધારે તે આગામી 25 વર્ષની નીતિ નક્કી કરવામાં મદદ કરશે. આસામના કામરૂપ જિલ્લામાં અમીગાંવ ખાતે વસ્તી ગણતરી કાર્યાલયનું ઉદ્ઘાટન કરતી વખતે ગૃહમંત્રીએ આ વાત કહી.

તેમણે કહ્યું કે વસ્તી ગણતરી નીતિ ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વસ્તી ગણતરીના આધારે જ વિકાસનું પ્રમાણ નક્કી કરી શકાય છે. આ સિવાય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો કેવું જીવન જીવે છે, પર્વતો, શહેરો અને ગામડાઓમાં લોકોનું જીવનધોરણ કેવું છે, આ બધું વસ્તી ગણતરીના ડેટાના આધારે જ નક્કી કરી શકાય છે.

આ પણ વાંચોઃ Protestors Set PM’s House On Fire: શ્રીલંકામાં વધુ સ્થિતિ બની ગંભીર, તોફાની તત્વોએ પૂર્વ પીએમ મહિન્દા રાજપક્ષેના ઘરને આગ લગાવી દીધી

આ પણ વાંચોઃ Rahul gandhi in dahod: આજે દાહોદમાં રાહુલ ગાંધી સભા સંબોધશે, સાથે આદિવાસી સત્યાગ્રહનો પ્રારંભ કરાવશે-જુઓ વીડિયો

Gujarati banner 01