Raju Srivastava admitted

Raju srivastava on ventilator: રાજૂ શ્રીવાસ્તવની હાલત ગંભીર, હાલ વેન્ટિલેટર રાખવામાં આવ્યા- વાંચો વિગત

Raju srivastava on ventilator: ડોક્ટરોની સતત કોમોડિયનના સ્વાસ્થ્ય પર નજર

મુંબઇ, 13 ઓગષ્ટઃ Raju srivastava on ventilator: ટીવીના જાણીતા કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ આ સમયે કાર્ડિયક અરેસ્ટને કારણે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે રાજૂ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યમાં વધુ સુધાર થતો જોવા મળી રહ્યો નથી. હાલ તેને આઈસીયૂ વોર્ડમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે, ડોક્ટરો સતત કોમોડિયનના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યાં છે. પરંતુ પાછલા દિવસોમાં આવેલા સમાચાર પ્રમાણે તેની તબીયતમાં થોડો સુધાર જોવા મળ્યો હતો. 

આ પણ વાંચોઃ Selfie with Tiranga: નાગરિકો તિરંગા સાથેની સેલ્ફી લઇ વેબસાઇટ ઉપર અપલોડ કરી શકશે

ન્યૂઝ એજન્સી એએનઆઈએની માહિતી પ્રમાણે કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવની તબીયતમાં કોઈ સુધાર જોવા મળ્યો નથી. તે હજુ વેન્ટિલેટર પર છે. કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવને લઈને સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારની અફવાઓ ઉડી રહી છે. જેને લઈને તેમના બિઝનેસ મેનેજરે સત્તાવાર સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી. મેનેજરે ફેન્સને કહ્યું હતું કે, કોમેડિયનના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે. 

રાજૂના ભાઈ કાજૂ શ્રીવાસ્તવના સાળા પ્રશાંતે જાણકારી આપી કે એમ્સમાં પરિવારના બધા લોકો ઉપસ્થિત છે. રાજૂ ભાઈની કાલે જે સ્થિતિ હતી તેવી સ્થિતિ આજે છે. કાલે તેમના સ્વાસ્થ્યમાં થોડો સુધાર થયો તેમ ડોક્ટરોએ જણાવ્યું હતું. આજે સવારે પરિવારના લોકો ગુરૂદ્વારામાં રાજૂ જી માટે વાહેગુરૂને પ્રાર્થના કરવા ગયા હતા. બધા લોકો એમ્સમાં ભગવાનને યાદ કરે છે. દેશના લાખો લોકો તેમના સારા સ્વાસ્થ્ય માટે કામના કરી રહ્યાં છે તો અમે પણ ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યાં છીએ. 

આ પણ વાંચોઃ Medals for policemen: કેન્દ્રિય ગૃહમંત્રી ચંદ્રકની જાહેરાત,ગુજરાતના 6 સહિત 151 પોલીસકર્મીઓ આ યાદીમાં સામેલ- વાંચો લિસ્ટ

Gujarati banner 01