Hiraba celebrate har ghar tiranga

Hiraba celebrate har ghar tiranga: PM મોદીની માતા હીરાબાએ બાળકો સાથે લહેરાવ્યો તિરંગો- વાંચો વિગત

Hiraba celebrate har ghar tiranga: 100 વર્ષની વય વટાવી ચૂકેલા હીરાબાએ દેશભક્તિની અનોખી મિશાલ રજૂ કરી

ગાંધીનગર, 13 ઓગષ્ટઃ Hiraba celebrate har ghar tiranga: આજથી દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ કરાયું છે. દરેક ઘર, દરેક ઓફિસ, દરેક ઈમારત પર તિરંગો લહેરાઈ રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં માતા હિરાબાએ પણ ગાંધીનગર સ્થિત પોતાના ઘરમાં તિરંગો લહેરાવ્યો હતો. 100 વર્ષની વય વટાવી ચૂકેલા હીરાબાએ દેશભક્તિની અનોખી મિશાલ રજૂ કરી છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હિરાબાએ ગાંધીનગરમાં આવેલ તેમના ઘરમાં સામાન્ય પરિવારનાં બાળકોને રાષ્ટ્રધ્વજ વિતરણ કરી બાળકો સાથે તિરંગો લહેરાવ્યો હતો. દેશ જ્યારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યુ છે, ત્યારે તેના ભાગરુપે ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં હીરાબા પણ સામેલ થયા છે.

આ પણ વાંચોઃ Raju srivastava on ventilator: રાજૂ શ્રીવાસ્તવની હાલત ગંભીર, હાલ વેન્ટિલેટર રાખવામાં આવ્યા- વાંચો વિગત

આજે ગાંધીનગરના રાયસણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હિરાબાએ ૧૦૦ વર્ષની જૈફ વયે દેશભક્તિનુ ઉદાહરણ પૂરુ પાડ્યું. પોતાના નિવાસસ્થાને બાળકોને રાષ્ટ્ર ધ્વજનું વિતરણ કર્યું હતું અને બાળકો સાથે તેમણે પણ તિરંગો લહેરાવ્યો હતો. 

હિરાબાએ પોતાના ઘરની નજીકમાં આવેલ ગુડાના મકાનોમાં રહેતાં મધ્યમવર્ગિય અને સામાન્ય પરિવારનાં બાળકોને તિરંગાનું વિતરણ કર્યું, ત્યારે વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. હીરાબા સાથે તિરંગો લહેરાવતા બાળકો પણ ગેલમાં આવી ગયા હતા.

આ પણ વાંચોઃ Selfie with Tiranga: નાગરિકો તિરંગા સાથેની સેલ્ફી લઇ વેબસાઇટ ઉપર અપલોડ કરી શકશે

Gujarati banner 01