TMKOC

TMKOC New Rita Reporter: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આ પાત્રની થઈ એન્ટ્રી, જાણો કઈ અભિનેત્રીએ લીધું કોનુું સ્થાન

TMKOC New Rita Reporter: પ્રિયા આહુજા ના બદલે રમશા ફારુકી બની રીટા રિપોર્ટર…

મનોરંજન ડેસ્ક, 02 ઓક્ટોબરઃ TMKOC New Rita Reporter: ટીવીના સૌથી હિટ ફેમિલી કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 15 વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના ઘણા કલાકારો હવે આ શોનો ભાગ નથી, પરંતુ લોકો તેમના જીવનના દરેક અપડેટથી વાફેક રહેવા માંગે છે.

પછી તે દયા ભાભી હોય, તારક મહેતા હોય કે રીટા રિપોર્ટર (પ્રિયા આહુજા). શો માં રીટા રિપોર્ટર નું પાત્ર ભજવતી પ્રિયા આહુજા એ હાલમાંજ શો ને અલવિદા કહી દીધું છે તેના સ્થાને હવે નવી અભિનેત્રી ને લેવામાં આવી છે.

તારક મહેતા માં આવી નવી રીટા રિપોર્ટર

તારક મહેતા માં રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવનાર અભિનેત્રી પ્રિયા આહુજા ના શો છોડ્યા બાદ હવે અભિનેત્રીની જગ્યાએ નવી હિરોઈન ને લાવવામાં આવી છે. જે રીટા રિપોર્ટરના રોલમાં જોવા મળી રહી છે. જો તમે તાજેતર નો દહીં હાંડીનો એપિસોડ જોયો હોય, તો તમે આ નવી અભિનેત્રીને જોઈ જ હશે. રીટા રિપોર્ટર બનેલી રમશા ફારુકી દહીંહાંડી ના એપિસોડ માં રિપોર્ટિંગ કરતી જોવા મળી હતી.

હવે આ સ્પષ્ટ થઈ ગયું છે કે શોમાં સંપૂર્ણપણે નવી રીટા રિપોર્ટર આવી છે. જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ખાસ એપિસોડમાં જોવા મળશે. રમશા થિયેટર આર્ટિસ્ટ છે. હવે જોવાનું એ રહે છે કે નવી રીટા રિપોર્ટર રમશા ફારુકીને જૂની રીટા રિપોર્ટર પ્રિયા આહુજા જેટલો પ્રેમ મળે છે કે નહીં.

આ પણ વાંચો… Cleanliness campaign at Pavagadh: પાવાગઢ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો