Skip to content
  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ

તાજા ખબર

Kamrej Taluka Development: કામરેજમાં ₹10.81 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત

Fire at Panchkuva: પાંચકુવા ખાતે ભીષણ આગ: 20થી વધુ દુકાનો આગની ઝપેટમાં

Gujarat Tech Development: ગુજરાતને વૈશ્વિક ટેકનોલોજી હબ બનાવવા ₹2,633 કરોડની જોગવાઈ

Micron Semiconductor Facility: આવતીકાલે માઇક્રોન સેમિકન્ડક્ટર ફેસિલિટીનું વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન

Board Exam: “પરીક્ષા ઉત્સવ છે”: શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાની વિદ્યાર્થીઓને શુભેચ્છા

Chandra Grahan 2026: સૂતક સમય, ગ્રહણનો સમય અને 12 રાશિઓ પર અસર — વાંચો સંપૂર્ણ માહિતી

A historic decision: દીકરીના સન્માન પર હર્ષ સંઘવી શું બોલ્યા? વાંચો

Mobile Health Medical Unit: મોબાઇલ હેલ્થ-મેડીકલ યુનિટ રાજ્યના નાગરિકો માટે બન્યું હરતું–ફરતું આરોગ્ય મંદિર: પાનશેરીયા

Ekta Yatra: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતાયાત્રાના આયોજન અંગે બેઠક યોજાઈ

Relief Package for Farmers: કમોસમી વરસાદથી પીડિત ખેડૂતો માટે રાજ્ય સરકારનું 10 હજાર કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ

  • Facebook
  • Twitter
  • Instagram
  • Youtube
Desh ki Aawaz

Desh ki Aawaz

  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
Sunday, March 22, 2026
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ
nationalherald 2018 02 187c7a1e 85e9 459a acb7 a5a4d354b17f adani fails
બિઝનેસ

અદાણી ગ્રુપ(adani group)માં કરોડો રૂપિયાનું રોકાણ કરનારા 3 વિદેશી અકાઉન્ટ ફ્રીઝ, આ જાહેર થતા જ શેર ગગડ્યા

By Bijal Vyas June 14, 2021

બિઝનેસ ડેસ્ક, 14 જૂનઃ adani group: નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડે (NSDL) અદાણી ગ્રુપની કંપનીઓમાં 43,500 કરોડનું રોકાણ કરનાર ત્રણ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPI)ના એકાઉન્ટ સ્થગિત કર્યા છે. NSDLએ આલ્બ્યુલા ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રિસ્ટા ફંડ અને APMS ઇન્વેસ્ટમેન્ટ ફંડના ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે. ડિપોઝિટરીની વેબસાઇટ અનુસાર, આ એકાઉન્ટ 31 મે અથવા તે પહેલાં સ્થગિત કરવામાં આવ્યા છે. આ અંગે હજુ સુધી અદાણી ગ્રૂપ અને ત્રણેય ફંડ્સ તરફથી કોઈ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી.

adani group

વિદેશી રોકાણકારોને સંભાળનારા કસ્ટોડિયન બેંકોના અધિકારીઓએ જણાવ્યું હતું કે મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ફાયદાકારક માલિકી અંગેની માહિતીના ‘અપૂરતા ખુલાસા’ને કારણે આ ત્રણ વિદેશી ભંડોળ સામે કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહી કરતાં પહેલા આ તમામ પાસે ખુલાસા માગવામાં આવ્યા હતા પણ તેઓ તરફથી કોઈ જવાબ ન મળવાથી એકાઉન્ટ સ્થગિત કરવા જેવી કડક કાર્યવાહી કરવામાં આવી છે. એકાઉન્ટ ફ્રીઝ કરવાનો મતલબ છે કે હવે આ ત્રણ ફંડ્સ શેરનું ખરીદ વેચાણ કરી શકશે નહીં.

મીડિયા અહેવાલ મુજબ ગૌતમ અદાણીના ગ્રૂપ(adani group)માં આ ત્રણ ફંડ્સનું મોટા પ્રમાણમાં રોકાણ થયું છે. સંયુક્ત રીતે અદાણી એન્ટરપ્રાઇઝમાં 6.82%, અદાણી ટ્રાન્સમિશનમાં 8.03%, અદાણી ટોટલ ગેસમાં 5.92% અને અદાણી ગ્રીનમા 3.58% રોકાણ કરવામાં આવ્યું છે.

આ સમાચાર આવ્યા બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરના ભાવમાં 5-13% સુધીનો કડાકો બોલી ગયો છે. આ લખાય છે ત્યારે 11:50 કલાકે અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 11% તૂટ્યો હતો. તેવી જ રીતે, અદાણી પોર્ટ્સ 13.23%, અદાણી પાવર 5%, અદાણી ટ્રાન્સમિશન 5%, અદાણી ગ્રીન અને અદાણી ગેસ બંને 5% ઘટ્યા હતા.

શેરના ઘટાડા પાછળનું કારણ એ હતું કે આ જૂથ કંપનીઓમાં 3 વિદેશી રોકાણકારોનું રોકાણ છે. આ રોકાણકારો સેબી દ્વારા પકડાયા છે. માનવામાં આવે છે કે આ બનાવટી રોકાણકારો છે. આ ત્રણેય ફંડ્સનું સરનામું એક જ છે અને તેમની પાસે વેબસાઇટ નથી. આ રીતે, સેબીએ આ ત્રણ વિદેશી રોકાણકારોના રોકાણો સ્થગિત કર્યા છે અને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો….

ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ સિવાય હવે આપ છે એકમાત્ર વિકલ્પ, હવે બદલાશે ગુજરાતઃ સીએમ કેજરીવાલ(CM kejriwal)

3 accountadani groupbussines manfreezesgutam adaniindiaNSDLStock market

Post navigation

ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ સિવાય હવે આપ છે એકમાત્ર વિકલ્પ, હવે બદલાશે ગુજરાતઃ સીએમ કેજરીવાલ(CM kejriwal)
સુશાંત(sushant singh rajput)ને દુનિયા અલવિદા કહે એક વર્ષ થયું, અંકિતા લોખંડેએ ઘરમાં હવન કરી, સુંશાતને યાદ કર્યો

તાજા ખબર

  • Hindu New Year: ચૈત્ર નવરાત્રિથી થાય છે હિંદુ નવવર્ષની શરૂઆત, જાણો તેનું આધ્યાત્મિક મહત્વ
  • GIFT City Gujarat: મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ GIFT City હવે સિંગાપોરને આપે ટક્કર, હર્ષ સંઘવીનું મોટું નિવેદન
  • Lord Krishna Nirvana Tithi: સોમનાથ ગોલોકધામમાં શ્રીકૃષ્ણ નિજધામ તિથિની ભવ્ય ઉજવણી
  • Agriculture Development: હાપા APMCમાં ખેડૂત ભોજનાલય અને આરામગૃહનું ઈ-લોકાર્પણ
  • Kamrej Taluka Development: કામરેજમાં ₹10.81 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત
  • રાજ્ય સમાચાર
  • દેશની ખબર
  • મહત્વની વાત
  • રાજનીતિ
  • બિઝનેસ
  • કામની ખબર
  • દેશની રેલ
  • મનોરંજન
  • ધર્મ
  • Terms & Conditions
  • Privacy Policy
  • Disclaimer
Proudly powered by WordPress | Theme: FreeNews | By ThemeSpiral.com.