https cdn.cnn .com cnnnext dam assets 200614084611 sushant singh rajput restricted

સુશાંત(sushant singh rajput)ને દુનિયા અલવિદા કહે એક વર્ષ થયું, અંકિતા લોખંડેએ ઘરમાં હવન કરી, સુંશાતને યાદ કર્યો

બોલિવુડ ડેસ્ક, 14 જૂનઃ દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત(sushant singh rajput)ની આજે એટલે કે 14 જૂનના રોજ પહેલી ડેથ એનિવર્સરી છે. ચાહકો, ફેમિલી મેમ્બર્સ તથા અનેક સેલેબ્સ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને એક્ટરને યાદ કર્યો હતો. આ દરમિયાન સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતાએ ઘરમાં હવન કર્યો હતો. સો.મીડિયામાં અંકિતાએ હવનની એક વીડિયો શૅર કર્યો હતો.

sushant singh rajput

અંકિતાએ વીડિયો શૅર કર્યો હતો અને તેમાં તે પોતાના ઘરમાં હવન કરતી જોવા મળે છે. તેણે સુશાંત(sushant singh rajput)ની યાદમાં કેન્ડલ તથા દીવો પણ પ્રગટાવ્યો હતો. એક્ટ્રેસે થોડાં સમય માટે સો.મીડિયામાંથી બ્રેક લીધો હતો. જોકે, સુશાંતની ડેથ એનિવર્સરીના એક દિવસ બાદ તે બીજીવાર એક્ટિવ થઈ છે. 

નોંધનીય છે કે, સુશાંત(sushant singh rajput) તથા અંકિતાના સંબંધો ‘પવિત્ર રિશ્તા’ના સંબંધો પર બંધાયા હતા. છ વર્ષ સુધી બંને લિવ ઈનમાં રહ્યા હતા અને 2016માં બંનેનું બ્રેકઅપ થયું હતું. કહેવાય છે કે ફિલ્મ ‘રાબ્તા’ના સેટ પર ક્રિતિ સેનન અને સુશાંત વચ્ચેની નિકટતાને કારણે બ્રેકઅપ થયું હતું.

sushant singh rajput

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સુશાંતે(sushant singh rajput) 14 જૂન, 2020ના રોજ પોતાના ઘરમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. હાલમાં આ કેસની તપાસ CBI તથા NCBની ટીમ કરી રહી છે. ગયા મહિને NCBએ સુશાંતના રૂમમેટ સિદ્ધાર્થ પિઠાનીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો….

અદાણી ગ્રુપ(adani group)માં કરોડો રૂપિયાનું રોકાણ કરનારા 3 વિદેશી અકાઉન્ટ ફ્રીઝ, આ જાહેર થતા જ શેર ગગળ્યા