E301Z50X0AMgW3Y

ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ સિવાય હવે આપ છે એકમાત્ર વિકલ્પ, હવે બદલાશે ગુજરાતઃ સીએમ કેજરીવાલ(CM kejriwal)

અમદાવાદ, 14 જૂનઃ CM kejriwal: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ(CM kejriwal) આજે ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે.ત્યારે તેઓએ અમદાવાદ એરપોર્ટથી સીધા જ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા.સર્કિટ હાઉસ ખાતે અરવિંદ કેજરીવાલના પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

CM kejriwal

અરવિંદ કેજરીવાલે(CM kejriwal) પત્રકારોનું સંબોધન કરતાં જણાવ્યું કે, છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં એક હથ્થુ શાસન એક જ પાર્ટીનું રહ્યું છે. એવામાં કોંગ્રેસ બીજેપીનું જ વર્ચસ્વ રહ્યું છે. ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ગુજરાતના સરકારી હોસ્પિટલોની સ્થિતિ ખરાબ છે. વેપારીઓ ડરેલા છે. છેલ્લા 1 વર્ષની અંદર કોરોના કાળમાં ગુજરાતના અનાથ છોડી દીધા છે.

હાલની આવીસ્થિતિમાં ઈશુદાન ગઢવીએ જે રાજનીતિમાં આવવાનો નિર્ણય કર્યો હું(CM kejriwal) તેમને વધાવું છું. જ્યારે કોઈનું કેરિયર ખતમ થઈ જાય, જ્યારે કોઈ પૂછનારું ના હોય ત્યારે રાજનીતિમાં આવે તે સમજી શકાય. પરંતુ પોતાની મહત્ત્વની કેરિયરને છોડીને લોકોની સેવા કરવા માટે રાજનીતિમાં આવ્યા છે. તેમણે લોકોનો અવાજ બનીને આવ્યા છે. સિસ્ટમથી બહાર રહીને અવાજ ઉઠાવવાથી સમસ્યાનું સમાધાન ન થઈ શકે.

સિસ્ટમ બહાર રહીને ડીબેટ કરી શકાય, ન્યૂઝ બતાવી શકાય પરંતુ તેમની સામે ના બેસો તો કંઈ ના થઈ શકે. તમે ભલે ગમે તેટલો અવાજ ઉઠાવો અમાને કોઈ ફરક નહીં પડે. એટલા માટે સીસ્ટમની અંદર જઈને અવાજ ઉઠાવવા માટે પોતાની કેરિયરના ટોપ સ્તરેથી તેને છોડીને રાજનીતિમાં જોડાયા છે.

ભાજપ કોંગ્રેસ સિવાય ગુજરાત માટે આપ મહત્ત્વનો વિકલ્પ બનશે. દિલ્હીમાં સ્કૂલો 5 વર્ષમાં મફત એજ્યૂકેશન, લાઈટ આપી શકાય તો ગુજરાતમાં કેમ નહીં. હવે ગુજરાતમાં સ્થિતિ બદલાશે. ગુજરાતના લોકોના સપના બદલવા માટે ઈશુદાનભાઈએ કમર કશી છે. હવે ગુજરાતના લોકોની સમસ્યાઓના હલ માટે તમામ કામ કરવામાં આવશે.

આ પણ વાંચો….

પત્રકારમાંથી રાજકરણી તરફઃ સીએમ કેજરીવાલની હાજરીમાં આપમાં(isudan join APP) જોડાયા ઇશુદાન ગઢવી