Adani Media Networks buys NDTV

Adani Media Networks buys NDTV: અદાણી ગ્રુપની મીડિયા કંપની NDTVમાં ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી- વાંચો વિગત

Adani Media Networks buys NDTV: અદાણી ગ્રુપ NDTV એટલે કે નવી દિલ્હી ટેલિવિઝન લિમિટેડમાં 29.18% ભાગીદારીનું અધિગ્રહણ કરશે

બિઝનેસ ડેસ્ક, 23 ઓગષ્ટઃ Adani Media Networks buys NDTV: ગૌતમ અદાણી ગ્રુપની કંપની એએમજી મીડિયા નેટવર્ક લિમિટેડે મીડિયા હાઉસ NDTV માં ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી છે. અદાણી ગ્રુપ NDTV એટલે કે નવી દિલ્હી ટેલિવિઝન લિમિટેડમાં 29.18% ભાગીદારીનું અધિગ્રહણ કરશે. તો બીજી તરફ ખુલ્લી ઓફર દ્વારા એનડીટીવીમાં 26% ભાગીદારીનું અધિગ્રહણ કરશે. આ પ્રકારે અદાણી ગ્રુપની કુલ ભાગીદારી 55 ટકાથી વધુ થઇ જશે અને તે મીડિયા કંપનીમાં મેજર સ્ટેકહોલ્ડર કહેવાશે. આ ડીલ લગભગ 495 કરોડ રૂપિયામાં થવાની આશા છે. 

આ પણ વાંચોઃ Eco friendly idol of Ganesha: વિઘ્નહર્તા ગણેશજીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ સ્થાપીને પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપીએ, વાંચો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ શા માટે લાભદાયી છે?

ઉલ્લેખનીય કે NDTV એક મુખ્ય મીડિયા હાઉસ છે. લગભગ ત્રણ દાયકાથી મીડિયા ઇંડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવનાર કંપનીના ત્રણ નેશનલ ન્યૂઝ ચેનલ-એનડીટીવી 24×7, એનડીટીવી ઇન્ડીયા અને એનડીટીવી પ્રોફિટ છે. તેની મજબૂત ઓનલાઇન ઉપસ્થિતિ પણ છે.

આ અધિગ્રહણ AMG Media Networks Limited (AMNL) ની પોરોણ સહયોગી એકમ વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રાવિએટ લિમિટેડ  (VPCL) દ્વારા કરવામાં આવશે. AMG Media Networks Limited (AMNL) પર અદાણી એન્ટરપ્રાઇઝનો માલિકી હક છે.

આ પણ વાંચોઃ Smrutivan Kutch: ભૂકંપ બાદના વિકાસ અને કચ્છની ખુમારીને સમર્પિત વિશેષ મ્યૂઝિયમ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનશે, PM મોદી કરશે લોકાર્પણ

Gujarati banner 01