Gautam adani

Big deal slips out of adani group: ગૌતમ અદાણીને ઝટકે પે ઝટકા, હવે આ મોટી ડીલ હાથમાંથી સરકી ગઈ…

Big deal slips out of adani group: સીકે ​​બિરલા ગ્રૂપની ફર્મ ઓરિએન્ટ સિમેન્ટ કંપનીએ અદાણી પાવર મહારાષ્ટ્ર લિમિટેડ (APML) સાથે નોન-બાઈન્ડિંગ એમઓયુ રદ કર્યા

બિજનેસ ડેસ્ક, 22 ફેબ્રુઆરી: Big deal slips out of adani group: ગૌતમ અદાણી ગ્રુપને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. હિન્ડેનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની મુશ્કેલીઓ સતત વધી રહી છે. તેઓ દરરોજ ભારે નુકસાનનો સામનો કરી રહ્યા છે. એટલું જ નહીં એક પછી એક ડીલ પણ તેમના હાથમાંથી સરકી રહી છે. એક મહિનાની અંદર, અદાણી અબજોપતિઓની યાદીમાં બીજા સ્થાનેથી ચોથા, પછી 10મા, પછી 20મા અને પછી 25મા ક્રમે આવી ગયા છે.

હવે સીકે ​​બિરલા ગ્રૂપની ફર્મ ઓરિએન્ટ સિમેન્ટ કંપનીએ અદાણી પાવર મહારાષ્ટ્ર લિમિટેડ (APML) સાથે નોન-બાઈન્ડિંગ એમઓયુ રદ કર્યા છે. મહત્વનું છે કે આ પહેલા ડીબી પાવરે પણ અદાણી પાવર સાથે 7000 કરોડની ડીલ કેન્સલ કરી હતી. એ જ રીતે અદાણીની સરકારી કંપની પીટીસી ઈન્ડિયા સાથેની ડીલ પણ બંધ થઈ ગઈ છે.

જાણો ઓરિએન્ટ સિમેન્ટે શું કહ્યું?

ઓરિએન્ટ સિમેન્ટનું કહેવું છે કે, અદાણી ગ્રુપ આ ડીલ માટે જરૂરી ક્લીયરન્સ મેળવવામાં નિષ્ફળ રહ્યું છે. ઓરિયન્ટ સીમેન્ટે સપ્ટેમ્બર 2021માં અદાણી ગ્રુપની સાથે એક એમઓયુની જાહેરાત કરી હતી. કંપનીએ શેરબજારને જણાવ્યું હતું કે, અદાણી પાવરએ આ ડીલને આગળ નહીં વધારવાનો અનુરોધ કર્યો છે.

આ પણ વાંચો: Morbi bridge accident update: મોરબી પુલ અકસ્માતમાં વળતરની જાહેરાત, મૃતકોના પરિવારને મળશે આટલા લાખ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો