Morbi bridge

Morbi bridge accident update: મોરબી પુલ અકસ્માતમાં વળતરની જાહેરાત, મૃતકોના પરિવારને મળશે આટલા લાખ…

Morbi bridge accident update: આ દુર્ઘટનામાં દરેક મૃતકોના પરિવારને 10 લાખ અને દરેક ઈજાગ્રસ્તોને બે લાખ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો

અમદાવાદ, 22 ફેબ્રુઆરી: Morbi bridge accident update: મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન મોરબીથી મૃતકોના પરિવારજનો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતાં. આ કેસની સુનાવણી દરમિયાન મહત્વનો નિર્દેશ કર્યો હતો. ઓરેવા કંપનીને હાઈકોર્ટે આદેશ કર્યો હતો. આ દુર્ઘટનામાં દરેક મૃતકોના પરિવારને 10 લાખ અને દરેક ઈજાગ્રસ્તોને બે લાખ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. 

જવાબદાર લોકોને કડક સજા કરવાની માંગ

આજે સુનાવણી દરમિયાન બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો હાઈકોર્ટ પહોંચ્યા હતાં. તેમનું કહેવું હતું કે, તેમને ઝડપથી ન્યાય મળે. તે ઉપરાંત એવી પણ માંગ કરવામાં આવી હતી કે આ ઘટના માટે જવાબદાર લોકોને કડક સજા થવી જોઈએ. બીજી તરફ ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલે મૃતકોના પરિવારોને પાંચ લાખ આપવાની તૈયારી દર્શાવી હતી. 

માલૂમ હોય કે, 30 ઓક્ટોબર 2022ના રોજ ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટી પડ્યો, જેના કારણે 130થી વધુ લોકોનાં મોત થયા હતા. મોરબી બ્રિજ તૂટવાને લઈ આરોપી જયસુખ પટેલે કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે, મોરબી બ્રિજ તૂટવાની ઘટનાનો અફસોસ છે.

બ્રિજની મરામતનું કામ કરવા કોમર્શિયલ એક્ટિવિટી નો કોઈ ઈરાદો નહોતો.  હેરિટેજ બચાવવા માટે કામ હાથમાં લીધું હતું. જયસુખ પટેલને રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયા હતાં. ત્યાર બાદ જેલ હવાલે મોકલવામાં આવ્યા હતાં. 

આ પણ વાંચો: Health minister mansukh mandaviya: મનસુખ માંડવિયાને ET દ્વારા “બીઝનેસ રીફોર્મર ઓફ ધ યર” એવોર્ડ જાહેર કર્યો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો