India Nepal Partnership: ભારત-નેપાળ સંબંધોને નવી મજબૂતી, 24 હજાર કરોડનું પેકેજ અને અનેક નવી યોજનાઓની જાહેરાત
India Nepal Partnership: રામ-સીતા સાથે જોડાયેલી વિરાસત અને નવી ટ્રેન સેવા
India Nepal Partnership: PM મોદી અને નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહની બેઠકમાં વિકાસ, કનેક્ટિવિટી, ઊર્જા, શિક્ષણ અને સાંસ્કૃતિક સંબંધો અંગે મહત્વપૂર્ણ નિર્ણયો; ‘સરયૂ-કમલા એક્સપ્રેસ’થી ધાર્મિક યાત્રા પણ બનશે સરળ.
નવી દિલ્હી, 23 નવેમ્બર: India Nepal Partnership: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહની સંયુક્ત પ્રેસ વાર્તામાં ભારત-નેપાળ સંબંધોને નવી દિશા આપવા માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. ભારતે નેપાળના પુનર્નિર્માણ અને વિકાસ માટે 24 હજાર કરોડ નેપાળી રૂપિયાનું વિકાસ સહયોગ પેકેજ જાહેર કર્યું છે. બંને દેશોએ વેપાર, પરિવહન, ઊર્જા, શિક્ષણ અને યુવાનો માટેના અવસરો વધારવા પર પણ સહમતિ વ્યક્ત કરી હતી.
નેપાળના પુનર્નિર્માણ માટે વિકાસ પેકેજ

નેપાળમાં ઓગસ્ટમાં આવેલા ભયંકર પૂરથી અસરગ્રસ્ત લોકો અને વિસ્તારોના (India Nepal Partnership) પુનર્નિર્માણ માટે ભારત 24 હજાર કરોડ નેપાળી રૂપિયાનું વિકાસ સહયોગ આપશે. આ સહયોગનો હેતુ અસરગ્રસ્ત પરિવારોને સામાન્ય જીવન તરફ પાછા લાવવા, નવા અવસરો ઊભા કરવા અને ભવિષ્યની આપત્તિઓ સામેની ક્ષમતા મજબૂત કરવાનો છે.
રામ-સીતા સાથે જોડાયેલી વિરાસત અને નવી ટ્રેન સેવા
ભારત અને નેપાળના (India Nepal Partnership) ધાર્મિક તથા સાંસ્કૃતિક સંબંધોનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીએ ભગવાન રામ અને માતા સીતાને બંને દેશોની સંયુક્ત આસ્થા અને સંસ્કૃતિનું પ્રતીક ગણાવ્યા હતા. નવી ‘સરયૂ-કમલા એક્સપ્રેસ’ ટ્રેન સેવા દ્વારા અયોધ્યા આવતા શ્રદ્ધાળુઓ માટે જનકપુર જઈ માતા સીતાના દર્શન કરવાનું વધુ સરળ બનશે.
આ પણ વાંચો:- Black Raisins: તમન્ના ભાટિયા રોજ સવારે ખાય છે કાળી કિશમિશ! જાણો આ નાનકડા ડ્રાયફ્રૂટના મોટા ફાયદા
આ ઉપરાંત ધારચુલા રોડ બ્રિજ, બનબસા ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ અને અન્ય સરહદી તથા માર્ગ યોજનાઓ દ્વારા બંને દેશો વચ્ચે અવરજવર અને વેપારને વધુ સુવિધાજનક બનાવવામાં આવશે.
ઊર્જા, વેપાર અને કનેક્ટિવિટી પર સહયોગ
નેપાળની જળવિદ્યુત ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે Lower Arun Hydroelectric Projectનું શિલાન્યાસ કરવામાં આવ્યું છે અને Arun-3 પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.

ભારત અને નેપાળ (India Nepal Partnership) વચ્ચે પેટ્રોલિયમ સપ્લાયને વધુ મજબૂત બનાવવા માટે મોતીહારી-અમલેખગંજ પાઇપલાઇનના Phase Twoનું ઉદ્ઘાટન અને ઝાપા પેટ્રોલિયમ ટર્મિનલનું શિલાન્યાસ પણ કરવામાં આવ્યું છે. નેપાળના ટ્રાન્ઝિટ વેપાર માટે કંડલા અને પારાદીપ બંદરો સુધી પહોંચની સુવિધા આપવાની પહેલ પણ સહયોગનો ભાગ છે.
યુવાનો, શિક્ષણ અને ટેક્નોલોજી માટે નવી પહેલ
India Nepal Partnership: નેપાળમાં Start-up Incubator, Innovation Hub અને IITના Offshore Campusની સ્થાપનામાં ભારત સહયોગ કરશે. નેપાળી વિદ્યાર્થીઓ માટે ભારતમાં Law અને Technology ક્ષેત્રે સ્કોલરશિપના અવસરો વધારવામાં આવશે. ઉપરાંત Food Processing અને Value Additionને પ્રોત્સાહન આપવા Agro-Industrial Park વિકસાવવામાં પણ સહયોગ આપવામાં આવશે.
બંને દેશો ક્રિકેટ તાલીમ, રમતગમતની સુવિધાઓ અને યુવા ફિલ્મ તથા સાંસ્કૃતિક સર્જકોના સહયોગને પણ પ્રોત્સાહન આપશે. વડાપ્રધાન મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત અને નેપાળ સંયુક્ત વિશ્વાસ, સંસ્કૃતિ અને વિકાસના લક્ષ્યો સાથે સંબંધોનો નવો અધ્યાય લખશે.
