mehul choksi

13 હજાર કરોડકૌંભાડ કરનારો ભાગેડુ મેહુલ ચોકસી(Mehul choksi)ની ડોમેનિકામાં થઇ ધરપકડ, ભારત લાવવાની આશા

બિઝનેસ ડેસ્ક, 27 મેઃ ભારતીય ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી(Mehul choksi), મધ્ય અમેરિકન દેશ એન્ટિગુઆમાંથી પણ અચાનક ગાયબ થઈ ગયો હતો, તેને હવે પડોશી ડોમિનિકામાં પડડી લેવામાં આવ્યો છે. જ્યાંથી તેને હવે ફરીથી એન્ટિગુઆ લાવવાની તૈયારી ચાલી રહી છે. તેને ડોમિનીકાનાં ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટએ પકડ્યો છે. મેહુલ ચોક્સી પીએનબી કૌભાંડનો આરોપી છે, જેની સામે ઇન્ટરપોલને રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. એન્ટિગુઆથી તેના ક્યુબા ભાગી છૂટવાનાં સમાચાર હતા.

મેહુલ ચોક્સી(Mehul choksi)નાં વકીલે દાવો કર્યો છે કે તેનો અસિલ એન્ટિગુઆનો નાગરિક છે, આવી સ્થિતીમાં તેને સ્થાનિક લોકોને મળનારા તમામ અધિકાર પ્રાપ્ત છે,ચોક્સીએ જાન્યુઆરી 2018 માં ભારતથી ભાગતા પહેલા 2017માં કેરેબિયન ટાપુ રાષ્ટ્ર એન્ટિગુઆ અને બાર્બુડાની નાગરિકતા મેળવી હતી.જો કે હજું સુધી તે જાણી શકાયું નથી કે તે શા માટે ડોમિનિકા ગયો હતો,

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે મેહુલ ચોક્સી(Mehul choksi) અને તેના ભત્રીજા નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંક (પીએનબી) ના કેટલાક બેંક અધિકારીઓ સાથે મળીને રૂ. 13,500 ની છેતરપિંડી કરી છે, હાલમાં નિરવ મોદી લંડનની જેલમાં બંધ છે.  બંને સામે સીબીઆઈ તપાસ ચાલી રહી છે. મેહુલ ચોકસી પંજાબ નેશનલ બેંક સાથેના બાર હજાર કરોડના ઠગાઇના કેસમાં આરોપી છે. આ ઠગાઇ કેસનો આરોપી મેહુલ ચોક્સીએ ભારતથી ભાગીને કેરેબિયન ટાપુ એટીંગુઆમાં શરણ લીધુ હતું. સોમવારે જ પીએમ નરેન્દ્ર મોદીએ એટીંગુઆના પીએમ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ દરમિયાન જ મેહુલ ચોક્સી ભેદી સંજોગોમાં એટીંગુઆથી ગાયબ થયો હતો.

ADVT Dental Titanium

મેહુલ ચોકસીના વકીલનો એવો દાવો છે કે તેનો અસિલ એન્ટીગુઆનો નાગરિક છે. એવામાં તેને ત્યાંના લોકોને મળનારા તમામ અધિકારો પ્રાપ્ત છે. એન્ટીગુઆ કેરેબિયન દેશ છે. મેહુલ ચોકસી(Mehul choksi)ને જે દેશમાંથી ઝડપવામાં આવ્યો તે એન્ટીગુઆના પડોશમાં આવેલ છે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આખરે મેહુલ ડોમિનિકા કેમ ગયો? એવું કહેવામાં આવી રહ્યું છે કે મેહુલ એન્ટીગુઆથી ભાગવામાં પણ સફળ રહ્યો હતો કારણ કે તેણે એક સાથે અનેક કેરેબિયન દેશોની નાગરિકતા લીધી છે. આ કારણોસર, તે દર વખતે બચવાની ફિરાકમાં હોય છે.

આ પણ વાંચો….

paid vaccination: રાજ્યના આ શહેરમાં આજથી પૈસા આપીને રસી મૂકવાના કાર્યક્રમનો પ્રારંભ