bill gates 2

બિલ ગેટ્સ(Bill gates)ની મુશ્કેલીઓ વધારો, અમેરિકામાં ગેટ્સની ધરપકડ કરવાની માગ- જાણો શું છે મામલો?

નવી દિલ્હી, 27 મેઃBill gates: મેલિન્ડા ગેટ્સે છૂટાછેડા લેવાની જાહેરાત કર્યા બાદ બિલગેટ્સ(Bill gates)ના ભૂતકાળની ઘણી અજાણી બાબતો પ્રકાશમાં આવી રહી છે. હાલ કોન્સપિરસી થિયરિસ્ટો અને રસીવિરોધીઓ માટે બિલ ગેટ્સ ફેવરિટ વ્હિપિંગ બોય છે. દુનિયામાં બિલ ગેટ્સ ફાઇવ જી ટેકનોલોજી દ્વારા લોકોના જીવનને નિયંત્રિત કરવા માંગે છે અને કોરોના મહામારી એ તેનું વસ્તી ઘટાડવા માટેનું કાવતરૂ છે અને તેની ધરપકડ કરવી જોઇએ એ પ્રકારની રોજ અસંખ્ય કોન્સપિરસી પોસ્ટ સોશ્યલ મિડિયા પર ફરે છે. હાલ દુનિયામાં બિલ ગેટ્સના વિરોધીઓની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે. ભવિષ્યમાં બિલ ગેટ્સ કેટલો મહાન ગણાશે તે એક સવાલ છે. 

વોલ સ્ટ્રીટ જર્નલે તેના એક અહેવાલમાં જણાવ્યું છે કે માઇક્રોસોફ્ટ કંપનીની એક મહિલા એન્જિનિયરે દાવો કર્યો છે કે તેને ગેટ્સ(Bill gates) સાથે 2000ની સાલથી વર્ષો સુધી જાતીય સબંધો રહ્યા છે. જ્યારે આ કેસની તપાસ ચાલુ હતી ત્યારે જ બિલ ગેટ્સે બોર્ડના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. આ સંબંધથી નારાજ મેલિંડા ગેટ્સે પતિથી છૂટા પડવાનો નિર્ણય લીધો હતો. ત્યાર પછી બિલ ગેટ્સની સમસ્યાઓ વધી ગઈ છે.

Bill gates

બિલ ગેટ્સે(Bill gates) માર્ચ 2020માં માઇક્રોસોફ્ટ અને બર્કશાયર હાથવેના બોર્ડ પરથી રાજીનામું આપી દીધું હતું. એ સમયે બિલ ગેટ્સે જણાવ્યું હતું કે  સખાવતી કાર્યો પાછળ વધારે સમય આપવા માટે મેં આ નિર્ણય લીધો છે. હું હવે વિશ્વ આરોગ્ય, વિકાસ, શિક્ષણ અને જળવાયુપરિવર્તનની સમસ્યાઓ ઉકેલવા માટે વધારે સમય ફાળવવા માંગું છું. બિલ ગેટ્સની પ્રવક્તાએ આ મામલે જણાવ્યું હતું કે આ 20 વર્ષ જુની વાત છે અને એ મામલો સૌહાર્દપૂર્ણ રીતે પુરો થઇ ગયો છે. બિલે કંપનીના બોર્ડ પરથી રાજીનામું આપ્યું તે બાબતને આની સાથે કશો સંબંધ નથી. હકીકતમાં તે બિલ ગેટ્સે વર્ષો પૂર્વે જે સખાવતના કામોમાં વધારે સમય આપવામાં તેને રસ છે તેમ જણાવ્યું હતું. 

તાજેતરમાં જ બિલ ગેટ્સ(Bill gates) અને મેલિન્ડાએ સોશ્યલ મિડિયા પર તેમના 27 વર્ષના પરિણિત જીવનનો અંત લાવતા ડાઇવોર્સની જાહેરાત કરતાં જણાવ્યું હતુ કે અમારા જીવનના આગામી તબક્કામાં અમે હવે દંપતી તરીકે સાથે વિકાસ પામી શકીએ તેમ લાગતું નથી પણ અમે સાથે કામ કરવાનું ચાલુ રાખીશું. બિલ અને મેલિન્ડાના ત્રણ સંતાનોમાં 21 વર્ષનો પુત્ર રોરી જ્હોન, 18 વર્ષની પુત્રી ફોબે એડેલ અને 25 વર્ષની પુત્રી જેનિફર કેથેરિનનો સમાવેશ થાય છે. 56 વર્ષની મેલિન્ડાએ ડાઇવોર્સ મેળવવા માટે કરેલી અરજીમાં તેમના લગ્ન સંધાઇ ન શકે તે રીતે ભાંગી ગયા હોવાનું જણાવ્યું છે. ગેટ્સ દંપતિએ કોઇ પ્રિ-નુપિટલ એટલે લગ્ન પૂર્વે કોઇ કરાર કરેલા નથી અને તેમની સંપત્તિને સેપરેશન એગ્રીમેન્ટ અનુસાર વહેેંચવામાં આવશે. 

Bill gates

2017માં બિલ(Bill gates) અને મેલિન્ડાએ સીબીએસ સન્ડે મોર્નિંગ કાર્યક્રમમાં આદર્શ દંપતિને છાજે તેમ તેમની વચ્ચેની પહેલી મુલાકાતની વિગતો રજૂ કરી હતી. મેલિન્ડાએ જણાવ્યું હતું કે એ સમયે હું ગ્રેજ્યુએટ થયા બાદ એક સ્ટાર્ટ અપ કંપનીમાં મારી પ્રથમ નોકરી કરતી હતી અને બિલ એ સમયે કંપનીનો સીઇઓ હતો. બિલ ગેટ્સે જણાવ્યું હતું કે હું એને ન્યુયોર્ક સિટી સેલ્સ મિટિંગમાં મળ્યો હતો. તેના પછી એક અઠવાડિયામાં હું તેની પાછળ પાર્કિંગ લોટમાં ગયો હતો અને તેને મારી સાથે બહાર ફરવા આવવા માટે પૂછ્યું હતું. એ જ  ઇન્ટરવ્યુમાં મેલિન્ડાએ તેમના ફાઉન્ડેશન બાબતે જણાવ્યું હતું કે આ સમાન વ્યક્તિઓ વચ્ચેની ભાગીદારી છે. અમે બંને જે રીતે દુનિયાને સમજીએ છીએ તે રીતે અમારા માટે આ કામ સાથે કરવું મહત્વનું છે. અમે અમારા સહિયારાં મૂલ્યો આ રીતે દુનિયા સમક્ષ મુકી રહ્યા છીએ. જો કે ત્રણ જ વર્ષમાં આ શબ્દો બોદાં પુરવાર થયા છે અને બિલ અને મેલિન્ડા હવે દંપતિ તરીકે સાથે રહ્યા નથી અને અલગ પડી ગયા છે.

આ પણ વાંચો……

13 હજાર કરોડકૌંભાડ કરનારો ભાગેડુ મેહુલ ચોકસી(Mehul choksi)ની ડોમેનિકામાં થઇ ધરપકડ, ભારત લાવવાની આશા