jh

આ છોકરાને ઓનલાઇન શોપિંગ(online shopping) પડી ભારે, ઓછી રકમ જોઇને મંગાવ્યો આઇફોન…પછી જે આવ્યું તે જોઇને હોશ ઉડી ગયા- જુઓ ફોટો

બિઝનેસ ડેસ્ક, 27 માર્ચઃ હાલ લોકો ઓનલાઇન શોપિંગ(online shopping) તરફ વળ્યા છે. મોટાભાગના લોકો નાનામાં નાની વસ્તુ પણ ઓનલાઇન ખરીદે છે, તેમાં પણ સેલ અને બજાર કરતાં ઓછી કિંમત જોઇને તેની તરફ વધુ આકર્ષાય છે. આવો એક કિસ્સો બન્યો છે. વાત એમ છે કે, થાઈલેન્ડના આ યુવકને ઇન્ટરનેટ સર્ફ કરતાં કરતાં જોવા મળ્યું કે એક શોપિંગ(online shopping) એપમાં પાણીના ભાવે ચકાચક આઇફોન મળી રહ્યો છે. યુવકને આમેય આઇફોન ખરીદવાની ઇચ્છા હતી, એટલે એણે તો ઝાઝું કશું વિચાર્યા વિના જ ઓર્ડર પ્લેસ કરી દીધો. પરંતુ જ્યારે ડિલીવરી થઇ ત્યારે યુવક એણે કપાળ કૂટ્યું.

ADVT Dental Titanium

એણે જે આઇફોન ઓર્ડર કર્યો હતો, તેની જગ્યાએ કંપનીએ આઇફોન જેવો જ દેખાવ ધરાવતું ટેબલ મોકલ્યું હતું! યુવકે જ્યારે એપની કસ્ટમર કેર હેલ્પલાઇનમાં આ મામલે પૂછપરછ કરી ત્યારે તેને જાણવા મળ્યું કે એપમાં તો આઇફોનનું ટેબલ જ વેચાઇ રહ્યું હતું. જેને કંપનીએ ફોટોમાં આઇફોનના સ્માર્ટફોન જેવું બતાવ્યું હતું. યુવકે આ ટેબલ જેવા આઇફોનની તસવીર પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં શેર કરી છે અને થાઇલેન્ડના સોશિયલ મીડિયા ઉપર આ પોસ્ટ ખૂબ જ વાઇરલ થઇ રહી છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

ધૃણાસ્પદ ઘટનાઃ પરિણીત દીકરી સાથે પિતાએ કર્યુ દુષ્કર્મ(raped), પૌત્રીનું પણ યૌન શોષણ કર્યુ- અંતે દીકરીએ લીધો આ નિર્ણય