remdac

કોરોનાના દર્દી માટે રાહતના સમચાર: ઝાયડસે કોરોનાની સારવારમાં રેમડેસિવીર ઇન્જેક્શનના ભાવ(remdesivir injection price) 68% ઘટાડો કર્યો..!

remdesivir injection price

અમદાવાદ, 25 માર્ચઃ કોરોનાના ઈલાજમાં વપરાતા એન્ટી વાઇરસ ડ્રગ ઇન્જેક્શન રેમડેસિવિર બનાવતી ઝાયડસ કેડિલાએ આ ઇન્જેકશનના ભાવ(remdesivir injection price)માં 68% જેવો ઘટાડો કર્યો છે. કંપનીએ આજે જાહેરાત કરી હતી કે રેમડેસિવીર ઇન્જેક્શનનો ભાવ રૂ. 2800થી ઘટાડી રૂ. રૂ. 899 કરવામાં આવ્યા છે. 

ADVT Dental Titanium

ઇન્જેક્શનનાં ભાવ(remdesivir injection price) ઘટાડા અંગે વાત કરતાં કેડિલા હેલ્થકેરના મેનેજિંગ ડિરેક્ટર શર્વિલ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીના સમયમાં અમારો હેતુ લોકોને પરવડે તેવો ઈલાજ પૂરો પાડવાનો છે. કોવિડના ઇલાજમાં રેમડેક એક અગત્યની દવા છે. અમને આશા છે કે આ ભાવ ઘટાડાથી સમાજના દરેક વર્ગના લોકોને રેમડેક સરળતાથી અને પરવડે તેવા ભાવે ઉપલબ્ધ બનશે.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, ઝાયડસ કેડિલા છેલ્લા એક વર્ષથી કોરોનાની રસી વિકસાવવા ઉપર પણ કામ કરી રહી છે. હાલમાં ત્રીજા તબક્કાના હ્યુમન ટ્રાયલ પર કામ ચાલી રહ્યું છે. કંપની અગાઉ જણાવ્યા મુજબ વેક્સિનના પહેલા બે તબક્કામાં સારા અને પ્રોત્સાહક પરિણામો મળ્યા હતા.

આ પણ વાંચો…

રિસર્ચ: વધુ પડતો ટ્રાફિકનો અવાજ(traffic noise) હૃદય માટે જોખમી, આવો જાણીએ તેના કારણો સાથે જ ધ્વનિનું સ્તર કેટલું હોવું જોઈએ?