share market up

Share Price: રોકાણ કારો આ 5 સ્ટોક પર રાખજો બાજ નજર, થશે મોટો ફાયદો- વાંચો વિગત

Share Price: બ્રોકરેજ ફર્મ ભવિષ્યમાં આ શેરના ભાવમાં 27 ટકાની વૃદ્ધિની અપેક્ષા રાખે છે

whatsapp banner

બિઝનેસ ડેસ્ક, 08 એપ્રિલઃ Share Price: રોકાણકારો બ્રોકરેજ હાઉસ દ્વારા શેર અંગે જાહેર કરાયેલા અહેવાલો પર ચાંપતી નજર રાખે છે. દરેક વ્યક્તિ જે શેરબજારમાં નાણાંનું રોકાણ કરે છે તે જાણવા માગે છે કે બ્રોકરેજ હાઉસ કયા શેર ખરીદવા અને કયા વેચવાની સલાહ આપે છે. જાણકારે પાંચ શેર ખરીદવાની સલાહ આપી છે.

  1. હિંદુસ્તાન યુનિલિવર (HUL Share) ના શેરમાં નાણાં રોકવાની સલાહ છે. બ્રોકરેજ ફર્મ ભવિષ્યમાં આ શેરના ભાવમાં 27 ટકાની વૃદ્ધિની અપેક્ષા રાખે છે. બ્રોકરેજે આ શેરની લક્ષ્ય કિંમત વધારી છે.
  2. બ્રોકરેજનું માનવું છે કે ટાટા ગ્રૂપની કંપની ટાઇટન શેર (Titan Share) આવનારા સમયમાં રોકાણકારોને 14 ટકા વળતર આપી શકે છે. શુક્રવારે NSE પર ટાઇટન કંપનીનો શેર 3,754.65 પર બંધ થયો હતો. મોતીલાલ ઓસવાલે આ શેરની લક્ષ્ય કિંમત વધારીને 4300 રૂપિયા કરી છે.

આ પણ વાંચો:- Passion: તમારામાં ધગશ અને જોશનો સમન્વય હોય તો ચોક્કસથી તમે હિમાલય સર કરી શકો

3.PSU સ્ટોક, કોલ ઈન્ડિયા (Coal India Share) શેરનું ભવિષ્ય ઉજ્જવળ જુએ છે. કંપનીએ આ શેરને ‘બાય’ રેટિંગ આપ્યું છે અને તેની લક્ષ્ય કિંમત રૂપિયા 520 નક્કી કરી છે. એ જ રીતે, બ્રોકરેજે પીએસયુ બેંક સ્ટોક, બેંક ઓફ બરોડા પર 310 રૂપિયાના ટાર્ગેટ સાથે દાવ લગાવવાની પણ સલાહ આપી છે.

  1. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ શેરને (Godrej Consumer Products Share) ‘બાય’ રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ ફર્મે આ શેરની લક્ષ્ય કિંમત 1500 નક્કી કરી છે, જે તેની વર્તમાન કિંમત કરતાં લગભગ 23 ટકા વધુ છે. શુક્રવારે ગોદરેજ કન્ઝ્યુમરનો શેર 1210.90 રૂપિયામાં બંધ થયો હતો.
  2. રોકાણકારોને ડાબર ઈન્ડિયા શેર (Dabur India Share) પર દાવ લગાવવાની પણ સલાહ આપવામાં આવી છે. બ્રોકરેજ ફર્મે આ શેરની ટાર્ગેટ કિંમત 650 નક્કી કરી છે, જે તેની વર્તમાન કિંમત કરતાં 23 ટકા વધુ છે.

ઉલ્લેખનીય છે કે, ટોચની પસંદગીઓમાં ટાટા ગ્રુપ, કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ કંપનીઓ અને બેંક સ્ટોકનો સમાવેશ થાય છે. બ્રોકરેજ હાઉસે કન્ઝ્યુમર સ્ટેપલ્સ સેક્ટરની ત્રણ કંપનીઓમાં ઉત્તમ વૃદ્ધિની સંભાવના વ્યક્ત કરી છે.

નોંધઃ આ માહિતીનો ઉપયોગ કરતા તે દિવસની માર્કેટની સ્થિતિને ધ્યાનમાં રાખી, રોકાણકારે એક્સપર્ટની સલાહ જરુરથી લેવી.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો