shaktisinh Gohil

Gujarat congress: ગુજરાતમાં કોંગ્રેસની કેમ્પેન સહિતની વિવિધ સમિતિઓની જાહેરાત, જાણો કોને સોંપાયું પ્રચારનું કાર્ય?

Gujarat congress: ભરૂચ લોકસભા બેઠક પરથી ટિકિટ ન મળતા કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી

whatsapp banner

અમદાવાદ, 07 એપ્રિલઃ Gujarat congress: લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હાઈકમાન્ડે કેમ્પેન કમિટી, સ્ટ્રેટજી કમિટી, ઈલેક્શન મેનેજમેન્ટ કમિટી, પબ્લિસિટી કમિટી, મીડિયા કો-ઓર્ડિનેશન અને કાનૂની સંકલન કમિટીની રચના કરી છે. મુકુલ વાસનિક સ્ટ્રેટેજી કમિટીના ચેયરમેન છે. કેમ્પેન કમિટીની કમાન સિદ્ધાર્થ પટેલને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો:- 4 unreserved special trains: પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે 4 અનારક્ષિત વિશેષ ટ્રેનો ચલાવવાનો લીધો નિર્ણય

જગદીશ ઠાકોરને ઈલેક્શન મેનેજમેન્ટ કમિટીના ચેરમેન બનાવાયા છે. ભરૂચ લોકસભા બેઠક પરથી ટિકિટ ન મળતા કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસ નેતૃત્વએ મુમતાઝ પટેલને પ્રચાર સમિતિમાં સામેલ કર્યા છે.

પબ્લિસિટી કમિટીના ચેરમેન તરીકે ગૌરવ પંડ્યા અને કન્વીનરની જવાબદારી નિલેશ પટેલને સોંપવામાં આવી છે. તેમાં મીડિયા કન્વીનર અને મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશી, પ્રવક્તા મનહરભાઈ પટેલ અને હેમાંગ રાવલ, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિત 50 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે ઈન્દ્ર વિજયસિંહ ગોહિલને પ્રચાર સમિતિના સંયોજક બનાવવામાં આવ્યા છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો