LIC Policy

Valuation of LIC: IPO પહેલા LICનુ વેલ્યુએશન, કંપની પાસે 463 અબજ ડોલરની સંપત્તિ- વાંચો વિગત

Valuation of LIC: વૈશ્વિક સ્તરે કુલ સંપત્તિના મામલામાં એલઆઈસી 10મા ક્રમે

બિઝનેસ ડેસ્ક, 06 જાન્યુઆરીઃ Valuation of LIC: ભારતની સૌથી મોટી અને સરકારી ઈન્સ્યોરન્સ કંપની એલઆઈસીનો આઈપીઓ લોન્ચ થાય તે પહેલા તેની સંપત્તિનુ વેલ્યુએશન કરાયુ છે.કંપનીની કુલ સંપત્તિ 463 અબજ ડોલર થવા જાય છે.જે પાકિસ્તાન સહિતના દુનિયાના ઘણા દેશોની જીડીપી કરતા પણ વધારે છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે વૈશ્વિક સ્તરે કુલ સંપત્તિના મામલામાં એલઆઈસી 10મા ક્રમે છે.ભારતમાં આ કંપની 65 વર્ષ કરતા વધારે સમયથી લાઈફ ઈન્સ્યોરન્સ પૂરુ પાડે છે.

બીજી રીતે તેની સંપત્તિની સરખામણી કરવામાં આવે તો તેની સંપત્તિ ભારતમાં તમામ મ્યુચ્યલ ફંડનો જેટલો બિઝનેસ છે તેના કરતા 1.1 ટકા વધારે છે.તેનુ મુલ્ય સોમાલિયા, મોઝામ્બિક, બુરુંડી દેશોની કુલ ઈકોનોમી કરતા પણ વધારે છે.

આ પણ વાંચોઃ Gujarat government decision: કોરોના સંક્રમણ સાથે નવો વેરિએન્ટ એમિક્રોનના કેસો પણ જોવા મળતા ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય- વાંચો સંપૂર્ણ અહેવાલ

પાકિસ્તાનની જીડીપી ગયા વર્ષે 280 અબજ ડોલર, બાંગ્લાદેશની 350 અબજ ડોલર અને શ્રીલંકાની જીડીપી 81 અબજ ડોલર હતી.આમ આ દેશો કરતા પણ એલઆઈસીની સંપત્તિ વધારે છે.

માર્ચ મહિનાના ક્વાર્ટરમાં એલઆઈસીનો આઈપીઓ આવે તેવી શક્કયતા છે.સરકારની હાલમાં આ કંપનીમાં 100 ટકા હિસ્સેદારી છે.આઈપીઓ પહેલા કંપનીની એસેટ ક્વોલિટીમાં સુધારો જોવા મળ્યો છે.

31 માર્ચ,2021ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે કંપનીના 4.51 લાખ કરોડ રુપિયાના પોર્ટફોલિયોમાં 35000 કરોડ રુપિયાની નોન પરફોર્મિંગ એસેટસ છે.

Whatsapp Join Banner Guj