india Corona third wave update: કોરોનાની ત્રીજી લહેર ડોકટરોને કરી રહી છે ટાર્ગેટ, 1000 કરતા વધુ ડોકટરો સંક્રમિત- 24 કલાકમાં કોરોનાના 90000 કેસ થયા

india Corona third wave update: મુંબઈ, દિલ્હી,કોલકાતા, પટણા, ચંદીગઢમાં અત્યાર સુધીમાં 1000 જેટલા ડોકટરોને કોરોનાનુ સંક્રમિત થયા

નવી દિલ્હી, 06 જાન્યુઆરીઃ india Corona third wave update: કોરોનાની ત્રીજી લહેર દેશમાં શરુ થઈ ગઈ હોવાનુ જાણકારોનુ કહેવુ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 90000 કેસ સામે આવી ચુકયા છે અને ચોંકાવનારી વાત એ છે કે, ત્રીજી લહેરમાં ડોકટરો મોટી સંખ્યામાં સંક્રમિત થઈ રહ્યા છે.આખા દેશના વિવિધ શહેરોમાં ડોકટરોને કોરોના સપાટામાં લઈ રહ્યો છે.

એક અંદાજ પ્રમાણે મુંબઈ, દિલ્હી,કોલકાતા, પટણા, ચંદીગઢમાં અત્યાર સુધીમાં 1000 જેટલા ડોકટરોને કોરોનાનુ સંક્રમણ લાગી ચુકયુ છે.

મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહીંયા 3 દિવસમાં અલગ અલગ હોસ્પિટલમાં 260 રેસિડેન્ટ ડોકટરો સંક્રમિત થઈ ચુકયા છે.ચંદીગઢમાં 196 ડોકટરોને કોરોના થયો છે.

આ પણ વાંચોઃ Valuation of LIC: IPO પહેલા LICનુ વેલ્યુએશન, કંપની પાસે 463 અબજ ડોલરની સંપત્તિ- વાંચો વિગત

ઝારખંડમાં સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં ડોકટરો અને નર્સો સહિત 179 સ્વાસ્થ્ય કર્મીઓ પોઝિટિવ આવ્યા છે.દિલ્હીની એમ્સમાં 50 ડોકટરો સંક્રમિત  થઈ ચુકયા છે.બાકીની હોસ્પિટલોમાં 90 ડોકટરોને કોરોના થયો છે.

પટણામાં સેંકડો ડોકટરો કોરોનાના સપાટામાં આવી ગયા છે.આ આંકડો 400થી વધારે થવા જાય છે.કોલકાતામાં પણ એક જ હોસ્પિટલમાં 100થી વધારે ડોકટરો સંક્રમિત થઈ ચુકયા છે.

પટિયાલામાં 100 કરતા વધારે મેડિકલ સ્ટુડન્ટ સંક્રમિત થઈ ચુકયા છે.જ્યારે લખનોમાં 25 ડોકટરોને સંક્રમણ લાગ્યુ છે.

Whatsapp Join Banner Guj