son murder father

Son kills father: હચમચાવી નાખે તેવો કિસ્સો, દેવગઢ બારિયાના પંથકમાં પુત્રએ પિતાની કરી હત્યા

Son kills father: દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયા તાલુકાના કેળકુવા ગામે એક પુત્રએ પોતાના જ પિતાને ગળાના ભાગે દબાવી રાખીને હત્યા કર્યાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે.

દાહોદ, 18 મે: Son kills father: આ અંગે પ્રાપ્ત મહિતી અનુસાર દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયા તાલુકાના કેળકુવા ગામે હોળી ફળિયા માં ગત રોજ એક અસ્થિર મગજના પુત્રે પોતાના જ પિતાનું ગળું દબાવી રાખીને હત્યા કરી દેચા ચકચાર મચી જવા પામી હતી. જો કે, આ ઘટના બાદ હત્યારો પુત્ર ફરાર થઈ ગયો હતો મૃતક પિતા નાનીયાભાઇએ આ દિકરા શૈલેષને કહેલ કે , તારા બબ્બેવાર લગ્ન કરાવેલ છે તેમ છુટાછેડા થયેલ છે અને તુ મજુરી કામ કરવા પણ જતો નથી તેમ કહેતા પુત્રે શૈલેષે મૃતક પિતાને ગાળો બોલી કહેલ કે , હું મજુરી કામ કરવા મારી મરજીથી જઇશ અને મેં તમને ઘણી વખત ના પાડેલ તેમ છતા મેં મુકાવેલ હેન્ડપંપ પરથી કેમ પાણી ભરવા આવો છો.

તે મ કહી આ શૈલેષે હેન્ડપંપને પાનાથી ખોલીને છૂટો પાડતો હતો તે વખતે આ મૃતક પિતાએ તું હેન્ડપંપને કેમ ખુલ્લો કરે છે તેમ કહેતા પુત્ર શૈલેષ મૃતક પિતા નાનીયાભાઇ સાથે બોલાચાલી ઝપાઝપી કરી હતી માતા અને બહેને બન્ને ને ઝગડો કરતા રોકવાની કોશિશ કરી હતી પરંતુ આરોપી પુત્ર શૈલેષે પિતાને ગળાના ભાગે જોરથી પકડી પાડી નીચે જમીન પર પાડી દઇ ગ ળુ દબાવિને હત્યા કરી નાખી હતી આરોપી શેલેશે મારી નજીક આવશો નહિ પિતાને તો મારી નાખ્યાં છે તમને પણ મારી નાખીશ તેવી ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

ઘર કંકાસ ના લીધે માનસિક રીતે પોતાનો કાબુ ગુમાવતા પુત્રે કરી હત્યા મૃતક પિતા નાનીયાભાઇ ઘરમાં લાંબા સમયથી કંકાસ ચાલી રહ્યો હતો. આ પહેલા પણ હત્યારા પુત્રે તેના પિતાને ગળું દબાવી હત્યા કરી નાખતા ધૃણાસ્પદ બનાવને પગલે સ્થાનિક રહીશો તેમજ સમાજના લોકોને જાણ થતા મોટી સંખ્યામાં દોડી આવેલ લોકો સાંત્વના આપી ફિટકાર વરસાવી રહ્યા હતાં લોકોએ પોલીસને જાણ કરતાં દેવગઢ બારિયા પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો..AIMIM leader Danish Qureshi arrested: શિવલિંગ બાબતે વિવાદિત પોસ્ટ કરનાર AIMIMના નેતા દાનીશ કુરેશીની ધરપકડ

Gujarati banner 01