PM Modi patidar summit speech

6G telecom network: ભારતની ટ્રાઈની રજત જયંતિ નિમિત્તે પીએમ મોદીએ કહ્યુ, 2030 સુધીમાં દેશમાં 6 જી નેટવર્ક શરૂ કરવાનુ લક્ષ્ય

6G telecom network: નેટવર્કના કારણે ભારતની ઈકોનોમીમાં 3400 કરોડ રૂપિયાનો ઉમેરો થશે. ઈન્ટરનેટની ઝડપ વધવાની સાથે વિકાસ અને રોજગારીની તકો પણ વધી રહી છે

નવી દિલ્હી, 17 મેઃ 6G telecom network: આજે ભારતની ટ્રાઈ(ટેલિકોમ રેગ્યુલેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ની રજત જયંતિ નિમિત્તે પીએમ મોદીએ કહ્યુ હતુ કે, 2030 સુધીમાં ભારત 6જી નેટવર્ક શરૂ કરવાનુ લક્ષ્ય સામે રાખીને ચાલી રહ્યુ છે. જેનાથી અલ્ટ્રા હાઈ સ્પીડ ઈન્ટરનેટ કનેક્ટિવિટી લોકોને મળશે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આગલા કેટલાક મહિનામાં 5 જી નેટવર્ક લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. આ નેટવર્કના કારણે ભારતની ઈકોનોમીમાં 3400 કરોડ રૂપિયાનો ઉમેરો થશે. ઈન્ટરનેટની ઝડપ વધવાની સાથે વિકાસ અને રોજગારીની તકો પણ વધી રહી છે. કૃષિ, સ્વાસ્થ્ય, શિક્ષણ જેવી સેવાઓનો પણ વિકાસ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ Chetna raj death: પાતળી દેખાવા માટે એક્ટ્રેસે સર્જરી કરાવી, ત્યાર બાદ તેનું મોત નીપજ્યુ- વાંચો શું છે મામલો?

તેમણે કહ્યુ હતુ કે, 21મી સદીમાં દેશની પ્રગતિ કનેક્ટિવિટીથી નક્કી થશે, તેમણે સાથે સાથે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, 2 જી યુગ દેશમાં ભ્રષ્ટાચારનો પ્રતિક હતો. અમારી સરકારે પારદર્શી રીતે 4 જી સર્વિસ લાગુ કરી છે અને હવે દેશ 5 જી તરફ વધી રહ્યો છે. ભારતમાં મોબાઈલ બનાવતા પ્લાન્ટ 200 થઈ ગયા છે. ભારત આજે દુનિયાનુ સૌથી મોટુ મોબાઈલ મેન્યુફેક્ચરિંગનુ કેન્દ્ર બની ગયો છે.

આ પણ વાંચોઃ Imran Khan Will Divorce His Wife: મામા બાદ ભાણીયો લઇ રહ્યો છે છુટાછેડા, સોહિલ ખાન બાદ ઇમરાન ખાને પત્નીને ડિવોર્સ આપવાનું નક્કી કર્યું

Gujarati banner 01