Jitu vaghani

The teacher will be allotted: માધ્યમિક શાળામાં ત્રણનું મહેકમ હતું ત્યાં એક વધારાના શિક્ષકની ફાળવણી થશે: વાઘાણી

The teacher will be allotted: વિદ્યાર્થીઓના પરિણામ સુધરે તે માટે શિક્ષકો દ્વારા શાળા છૂટયા બાદ વધારાનું ૧ થી ૨ કલાકનું શિક્ષણ આપવામાં આવશે.

ગાંધીનગર, 17 મે: The teacher will be allotted: મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, માધ્યમિક શાળામાં ત્રણનું મહેકમ હતું ત્યાં એક વધારાના શિક્ષકની ફાળવણી થશે વિદ્યાર્થીઓના પરિણામ અને શિક્ષણ સુધરે તે માટે વધુ એક નિર્ણય લેવાયો છે. જેમાં પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિની જૂની પદ્ધતિ પ્રમાણે એક વિદ્યાર્થી દીઠ રૂ.૧૦૦ દંડ કપાતો હતો જે હવે રૂ.૩૦૦ દંડ લેવાની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્યનું શિક્ષણ સ્તર હજુ મજબૂત બને અને વિદ્યાર્થીઓના પરિણામ સુધરે તે માટે શિક્ષકો દ્વારા શાળા છૂટયા બાદ વધારાનું ૧ થી ૨ કલાકનું શિક્ષણ આપવામાં આવશે. એટલું જ નહિ, જરૂર જણાશે ત્યાં રજાના દિવસે પણ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું આયોજન કરવામાં આવશે અને તેના નિયમો બનાવવામાં આવશે.  

મંત્રીએ કહ્યું કે, જ્યાં એક એક વર્ગની માધ્યમિક શાળાઓ છે તેમને બે વર્ગ દીઠ આચાર્ય સહિત ત્રણનું મહેકમ હતું. તેના કારણે કોઈ પણ એક વિષય શિક્ષકની ઘટ પડતી હતી. જેની અસર પરિણામ પર પડતી હતી. રાજ્ય સરકારે આ અંગે ખાસ જોગવાઈ કરી વિદ્યાર્થીઓના હિતમાં એક શિક્ષક વધારે આપવા અંગે પણ નિર્ણય લેવાયો છે. એટલે કે હવે આચાર્ય સહિત ચારનું મહેકમ આપવા નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત આચાર્યને એલટીસીનો લાભ આપવા તેમજ આચાર્યને તા.૫ જાન્યુઆરી ૧૯૬૫નો એક ઇજાફો આપવા માટે પણ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો..6G telecom network: ભારતની ટ્રાઈની રજત જયંતિ નિમિત્તે પીએમ મોદીએ કહ્યુ, 2030 સુધીમાં દેશમાં 6 જી નેટવર્ક શરૂ કરવાનુ લક્ષ્ય

Gujarati banner 01