Chetna raj

Chetna raj death: પાતળી દેખાવા માટે એક્ટ્રેસે સર્જરી કરાવી, ત્યાર બાદ તેનું મોત નીપજ્યુ- વાંચો શું છે મામલો?

Chetna raj death: અભિનેત્રીના પેરેન્ટ્સે નજીકના પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલ સામે ફરિયાદ કરી છે

નવી દિલ્હી, 17 મેઃ Chetna raj death: 21 વર્ષીય કન્નડ ટીવી એક્ટ્રેસ ચેતના રાજનું પ્લાસ્ટિક સર્જરી બાદ મોત થયું હતું. ચેતના બેંગલુરુની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ હતી. ચેતના રાજ 16 મેના રોજ સવારે હોસ્પિટલમાં એડમિટ થઈ હતી. તેણે એ જ દિવસે ‘ફેટ ફ્રી’ સર્જરી કરાવી હતી. સર્જરી બાદ ચેતનાની તબિયત લથડી હતી. ચેતનાના ફેફસાંમાં પાણી ભરાઈ ગયું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચેતનાએ 16 મેના રોજ સવારે સર્જરી કરાવી હતી. જોકે ચેતનાએ પોતાનાં માતા-પિતાને આ અંગે કોઈ જ વાત કરી નહોતી. તે ફ્રેન્ડ્સ સાથે હોસ્પિટલમાં ગઈ હતી. સાંજે પોસ્ટ સર્જરી કોમ્પ્લિકેશન થયાં હતાં. ચેતનાનાં ફેફસાંમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ હતી. ડૉક્ટર્સ ચેતનાને બચાવી શક્યા નહોતા અને ગણતરીની મિનિટમાં ચેતનાનું મોત થયું હતું.

આ પણ વાંચોઃ Imran Khan Will Divorce His Wife: મામા બાદ ભાણીયો લઇ રહ્યો છે છુટાછેડા, સોહિલ ખાન બાદ ઇમરાન ખાને પત્નીને ડિવોર્સ આપવાનું નક્કી કર્યું

21 વર્ષીય ચેતનાના પેરેન્ટ્સનો આક્ષેપ છે કે ડૉક્ટર્સની બેદરકારીને કારણે તેમની દીકરીએ જીવ ગુમાવ્યો છે. ચેતનાના પેરેન્ટ્સે નજીકના પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલ સામે ફરિયાદ કરી છે. ચેતનાની બૉડી હાલમાં હોસ્પિટલમાં જ છે. પોસ્ટમોર્ટમ માટે રમૈયા હોસ્પિટલમાં લઈ જવામાં આવશે.

એક્ટ્રેસ યમુનાએ ચેતના રાજને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેણે કહ્યું હતું કે આ ઘણા જ આઘાતજનક સમાચાર છે. પ્લાસ્ટિક કે કોઈપણ સર્જરી હંમેશાં આર્ટિફિશિયલ, ફૅક અને કુદરતની વિરુદ્ધમાં હોય છે. તે એટલું જ કહેવા માગશે કે તમે જેવા છો તેવાનો સ્વીકાર કરો. તમે અન્ય કુદરતી ઉપાયોની મદદથી વધુ સારા દેખાઈ શકો છો. વધુમાં 47 વર્ષીય યમુનાએ કહ્યું હતું કે તે આજ સુધી બ્યૂટિપાર્લર ગઈ નથી. તે ઘરે જ ઘરેલુ ઉપચારોથી સ્કીન તથા હેરને સારા બનાવે છે. તે યોગ તથા ભરતનાટ્યમ કરે છે. હેલ્ધી તથા ડિસિપ્લિન્ડ લાઇફસ્ટાઇલને કારણે તમારો દેખાવ ચોક્કસથી બદલાય છે.

આ પણ વાંચોઃ Punyatithi of writer Ramesh Parekh: સાહિત્યકાર રમેશ પારેખની પુણ્યતિથિ પર વાંચો માતૃભાષા અને ગુજરાતી સાહિત્ય સાથે ફરી એક વાર પ્રેમ થઇ જાય તેવો લેખ

Gujarati banner 01