Asaram court hearing

Asaram court hearing: જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ આસારામે વીડિયો કોન્ફરન્સ દ્વારા પોતાના પર લાગેલા આરોપને ષડયંત્ર ગણાવ્યું- વાંચો વિગત

Asaram court hearing: આસારામના કહેવા પ્રમાણે એક સમયે જેમને આશ્રમમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા તેમણે તેના સામે ષડયંત્ર રચ્યું છે

ગાંધીનગર, 05 ઓગષ્ટઃAsaram court hearing: રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં રેપ કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા અસુમલ હરપલાની ઉર્ફે આસારામે અન્ય એક કેસમાં આજે ગાંધીનગરની કોર્ટમાં ઓનલાઈન હાજરી ભરી હતી. આસારામે કોર્ટ સમક્ષ પોતાના વિરૂદ્ધ ષડયંત્ર રચાયું હોવાનો દાવો કરીને પોતે ફસાઈ ગયો હોવાનું જણાવ્યું હતું. 

સ્પેશિયલ પ્રોસિક્યુટર આરસી કોડેકરના કહેવા પ્રમાણે એડિશનલ જિલ્લા ન્યાયાધીશ ડી કે સોનિકે સીઆરપીસીની કલમ 313 અંતર્ગત આરોપી સાથે સવાલ-જવાબ કર્યા હતા. 

કુલ 175 પાનાંઓમાં આસારામનું નિવેદન નોંધવામાં આવ્યું છે. સાથે જ આ કેસના સહ આરોપીઓ જેમાં આસારામની પત્ની, દીકરી અને 4 નજીકના સહયોગીઓનો સમાવેશ થાય છે તેમની પણ પુછપરછ કરવામાં આવશે. 

આ પણ વાંચોઃ Karan said about Nisha affair: ટીવી એક્ટર કરન મહેરાએ નિશા રાવલ પર લગાવ્યો આરોપ, કહ્યું- મને જાનથી મારવાની મળી રહી છે ધમકીઓ

આસારામના કહેવા પ્રમાણે એક સમયે જેમને આશ્રમમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા તેમણે તેના સામે ષડયંત્ર રચ્યું છે. બચાવ પક્ષના વકીલ ચંદ્રશેખર ગુપ્તાએ જણાવ્યું કે, પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળી એટલે આસારામે પોતાની સામેના તમામ આરોપોને નકારી દેવાની સાથે જ તે આરોપો એક ષડયંત્રનો ભાગ હોવાનું પણ જણાવ્યું હતું. આસારામના કહેવા પ્રમાણે 12 વર્ષ પહેલા જે લોકોને આશ્રમમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા તેમણે જ આ ષડયંત્ર રચ્યું છે. 

આસારામે કોર્ટમાં જણાવ્યું કે, ફરિયાદકર્તા દ્વારા દાખલ કરાવવામાં આવેલી એફઆઈઆર પણ બોગસ છે તથા પોલીસ સત્ય જાણવાનો પ્રયત્ન નથી કરી રહી. રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ આસારામે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જવાબો આપ્યા હતા. સગીરાના યૌન શોષણ મામલે દોષી ઠેરવાયા બાદ 2018માં આસારામને આજીવન કેદની સજા ફટકારાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, આસારામે કોર્ટમાં જણાવ્યું કે, ફરિયાદકર્તા દ્વારા દાખલ કરાવવામાં આવેલી એફઆઈઆર પણ બોગસ છે તથા પોલીસ સત્ય જાણવાનો પ્રયત્ન નથી કરી રહી. રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ આસારામે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જવાબો આપ્યા હતા. સગીરાના યૌન શોષણ મામલે દોષી ઠેરવાયા બાદ 2018માં આસારામને આજીવન કેદની સજા ફટકારાઈ હતી.

આ પણ વાંચોઃ Chundadi vala mataji birth anniversary: અંબાજીના ગબ્બર ઉપર ચુંદડીવાળા માતાજી નો 95 જન્મદિવસ મનાવ્યો, 93 વર્ષની ઉંમરે તેઓ દેવલોક પામ્યા હતા

Gujarati banner 01