accident 1

Accident of private travel: પાવાગઢના દર્શનાર્થીઓની ટ્રાવેલ્સ પલ્ટી ખાતા થયો અકસ્માત, 14 લોકો ગંભીર હાલતમાં 1 મહિલાનુ મોત નિપજ્યુ

Accident of private travel: અકસ્માતના કારણે ઘટના સ્થળે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને તેમને રેસ્ક્યૂ કરીને લોકોને બસમાંથી બહાર કાઢ્યા હતા

પાવાગઢ, 05 ઓગષ્ટઃ Accident of private travel: પાવાગઢના દર્શનાર્થીઓને મોટો અકસ્માત નડ્યો છે. બાવામાન મસ્જિદ પાસે ટ્રાવેલ્સ પલ્ટી મારી જતા આ અકસ્માત સર્જાયો છે. 18 લોકો પ્રાઇવેટ ટ્રાવેલ્સમાં સવાર હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાંથી એક મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. બે લોકો ગંભીર અને 14 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, હાલ શ્રાવણ મહિનામાં વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શાનાર્થીઓનો મોટો ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરાથી પાવાગઢ દર્શન કરવા જઈ રહેલા યાત્રિકોને મોટો અકસ્માત નડ્યો છે. બાવામાન મસ્જિદ પાસે કોઈ કારણોસર પ્રાઈવેટ ટ્રાવેલ્સ પલટી મારી ગઈ હતી. જેના કારણે ટ્રાવેલ્સમાં સવાર 18 લોકો ઈજાગ્રસ્ત બન્યા છે.

આ પણ વાંચોઃ Asaram court hearing: જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ આસારામે વીડિયો કોન્ફરન્સ દ્વારા પોતાના પર લાગેલા આરોપને ષડયંત્ર ગણાવ્યું- વાંચો વિગત

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે બે લોકો ગંભીર હોવાનું અને 14 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. આ અકસ્માતના કારણે ઘટના સ્થળે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને તેમને રેસ્ક્યૂ કરીને લોકોને બસમાંથી બહાર કાઢ્યા હતા. આ ઘટનાની માહિતી પાવાગઢ પોલીસને આપવામાં આવી હતી.

પાવાગઢ પોલીસને આ ઘટનાની માહિતી મળતા તેઓ કાફલા સાથે ઘટના સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તોને હાલોલ રેફરલ ખસેડયા છે. જ્યારે ટ્રાવેલ્સ નીચે દબાયેલી મહિલાને લોકો અને પોલીસ દ્વારા ગાડી ઉભી કરી મૃત બહાર કાઢી હતી. બીજી બાજુ ટ્રાવેલ્સ ચાલક દ્વારા સ્ટ્રેરિંગ પર કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ Karan said about Nisha affair: ટીવી એક્ટર કરન મહેરાએ નિશા રાવલ પર લગાવ્યો આરોપ, કહ્યું- મને જાનથી મારવાની મળી રહી છે ધમકીઓ

Gujarati banner 01