lion

Lion habitat: માત્ર ગીર નહીં, હવે બરડો પણ સિંહ નિવાસ : બરડામાં `વનરાજ’ : હાલ બરડામાં પાંચ સિંહ

Lion habitat: વન સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર તાજેતરમાં કેન્દ્રીય વન મંત્રી ભુપેન્દ્રસિંહ યાદવ સાસણ ગીરની મુલાકાતે આવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડ્રિમ પ્રોજેકટ એવા ધ લાયન પ્રોજેકટ અંગે ચર્ચા કરી હતીLion habitatવન સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર તાજેતરમાં કેન્દ્રીય વન મંત્રી ભુપેન્દ્રસિંહ યાદવ સાસણ ગીરની મુલાકાતે આવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડ્રિમ પ્રોજેકટ એવા ધ લાયન પ્રોજેકટ અંગે ચર્ચા કરી હતી

ગાંધીનગર, 27 મેઃLion habitat: હવે માત્ર ગીરનું જંગલ જ નહીં પોરબંદર જિલ્લાનો બરડો પંથક પણ હવે પ્રોજેકટ લાયન હેઠળ સિંહનાં વસવાટનું સતાવાર સ્થાન બનશે અને અહીં જમાનાઓથી વસી રહેલા સહોને વિશેષ રક્ષણ અપાશે અને આને કારણે સિંહોની વસ્તી અહીં પણ વધી શકે છે.  

વન સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર તાજેતરમાં કેન્દ્રીય વન મંત્રી ભુપેન્દ્રસિંહ યાદવ સાસણ ગીરની મુલાકાતે આવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડ્રિમ પ્રોજેકટ એવા ધ લાયન પ્રોજેકટ અંગે ચર્ચા કરી હતી અને તેમાં પોરબંદરનાં બરડા ડુંગર વિસ્તારમાં સિંહનાં વસવાટ માટે યોગ્ય સુવિધાઓ ઉભી કરવાની ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Student suicide: ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થયું, જેમાં વિદ્યાર્થીની બે વિષયમાં નાપાસ થતાં ફાસો ખાઇ આપઘાત કર્યો

Advertisement

જોકે જમાનાઓથી બરડા ડુંગરમાં સિંહોનો વસવાટ છે જ પરંતુ લાયન પ્રોજેકટ અંગે બરડો સિંહના વસવાટનું સતાવાર સ્થાન બનશે. જોકે માત્ર ગીર જ સહનાં વસવાટનું એકમાત્ર સ્થળ પણ છે એવું નથી. સૌરાષ્ટ્રમાં  ભાવનગર જિલ્લાનાં મહુવા, પાલિતાણા, જેસર, અમરેલીનાં ખાંભા, રાજુલા ઉપરાંત ઉના, વેરાવળ, સોમનાથ, પોરબંદર વગેરે વિસ્તારોમાં પણ સહની વસ્તી છે. છેલ્લા અવલોકન પ્રમાણે સહની વસ્તી વધી રહી છે.

ગુજરાતમાં ર૦ હજાર સ્કવેર કિલોમીટર વિસ્તારમાં સિંહોનું આવન-જાવન છે અને હાલમાં રાજયમાં ૭૩૬ સહો વસવાટ કરી રહયાં છે. આ પ્રકારે સિંહની વસ્તી વધી રહી છે. ત્યારે બરડામાં સહ સુરક્ષા માટે લાયન પ્રોજેકટ અંતર્ગત સુવિધાઓ વધવાની છે ત્યારે લોકોમાં પણ આનંદ પ્રસરી રહયો છે. ઉલ્લેખનિય છે કે સરકારનાં ૧૯૭૨નાં એક નોટીફિકેશનમાં બરડો ડુંગર સિંહનું બીજુ ઘર જાહેર થયો હતો. પરંતુ આનુ નોટીફિકેશન નામનું જ રહયું હતું. કોઇ સુવિધાઓ આપવામાં નહોતી આવી. તેથી હાલની નવી વિચારણાએ સિંહ સુરક્ષા માટે નવી આશાઓ જગાવી છે. (સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Dwarka Assembly: દ્વારકા વિધાનસભા બેઠક માટે ભાજપ માટે મૂંઝવણ સાબિત થઈ શકે

Advertisement
Gujarati banner 01