Chirag Paswan

Chirag Paswan: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દિવગંત નેતાના પુત્ર ચિરાગ પાસવાને આખરે નવી પાર્ટીની કરી સ્થાપના

Chirag Paswan: ચૂંટણી પંચે ચિરાગ પાસવાનની પાર્ટીને લોક જનશક્તિ પાર્ટી નામ આપ્યુ છે અને પાર્ટીને હેલિકોપ્ટરનુ ચૂંટણી ચિન્હ ફાળવ્યુ

નવી દિલ્હી, 05 ઓક્ટોબરઃ Chirag Paswan: છેલ્લા કેટલાક સમયથી ચિરાગ પાસવાન અને તેમના કાકા પશુપતિ પારસ વચ્ચે લોક જનશક્તિ પાર્ટી પર અલગ-અલગ દાવો કરવામાં આવતો હતો. આ વિવાદનો જોકે અંત આવી ગયો છે. ચૂંટણી પંચે ચિરાગ પાસવાનની પાર્ટીને લોક જનશક્તિ પાર્ટી નામ આપ્યુ છે અને પાર્ટીને હેલિકોપ્ટરનુ ચૂંટણી ચિન્હ ફાળવ્યુ છે.

જ્યારે તેમના કાકા પશુપતિ પારસને રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી નામ આપ્યુ છે અને સિલાઈ મશિનનુ ચિન્હ ફાળવ્યુ છે. આ પહેલા ચૂંટણી પંચે લોક જનશક્તિ પાર્ટીનુ અગાઉનુ સિમ્બલ બંગલો ફ્રિઝ કરી દીધુ હતુ. આ ચિન્હનો ચિરાગ અને પશુપતિ પારસ ઉપયોગ કરી શકે તેમ નહોતા.

આ પણ વાંચોઃ AMC taken big Action: AMCએ 7 થિયેટર-9 સ્કૂલોને તાળાં મારી દેવાયા, ફાયર એનઓસી ન લેતા લીધુ આ એક્શન- વાંચો વિગત

ચૂંટણી પંચે બિહારમાં બે વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટા ચૂંટણી પહેલા આ બંને દાવેદારોને અલગ અલગ સિમ્બોલ ફાળવીને વિવાદનો અંત કર્યો છે.

Whatsapp Join Banner Guj