PM Modi

Documentary on PM modi: કડક પ્રતિબંધ છતા પીએમ મોદી પર બનેલી ડૉક્યુમેન્ટ્રી બતાવાઈ, તપાસના આદેશો

Documentary on PM modi: હૈદરાબાદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને બીબીસી ડોક્યુમેન્ટી દર્શાવાઈ-એબીવીપીની ફરિયાદ

નવી દિલ્હી, 24 જાન્યુઆરી: Documentary on PM modi: ભારત સરકારે પીએમ મોદી પર બનેલી બીબીસી ડૉક્યુમેન્ટ્રી પર મોટુ પગલુ લીધુ છે. સરકારે આ ડૉક્યુમેન્ટ્રીના ટ્વિટર અને યુટ્યુબ લિંક વીડિયો બ્લૉક કરી દીધા છે. ટ્વિટર અને યુટ્યુબમાંથી આ વીડિયો અને લિંક હટાવી દેવાયા છે. તેમ છતાં હૈદરાબાદ યુનિવર્સિટીમાં આ ડૉક્યુમેન્ટ્રી બતાવવામાં આવી.

હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી (એચસીયુ)ના વિદ્યાર્થીઓએ કેમ્પસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બનેલી બીબીસી ડૉક્યુમેન્ટ્રીની સ્ક્રીનિંગનુ સોમવારે આયોજન કર્યુ. આ ઘટના સામે આવતા સરકારે તપાસના આદેશ આપ્યા છે.

બીબીસીએ ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ નામની બે ભાગની ડૉક્યુમેન્ટ્રી સીરિઝ બનાવી છે. આ સીરિઝ 2002માં ગુજરાતમાં થયેલા રમખાણો પર આધારિત છે. શનિવાર, 21 જાન્યુઆરીના રોજ, ભારત સરકારે આ ડૉક્યુમેન્ટરી સીરિઝના ટ્વીટ અને યુટ્યુબ લિંક વીડિયોને બ્લૉક કરી દીધા છે. 23મી જાન્યુઆરીએ હૈદરાબાદ યુનિવર્સિટીમાં આ ડૉક્યુમેન્ટ્રી સીરિઝનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ આ અંગે સત્તાવાળાઓને ફરિયાદ કરી હતી.

સ્ટુ઼ડન્ટ ઈસ્લામિક ઑર્ગેનાઈઝેશથી હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બીબીસી તરફથી બનાવવામાં આવેલ ડૉક્યુમેન્ટ્રીનુ આયોજન કરવામાં આવતા વિવાદ પેદા થયો છે. આ સમૂહોના 50થી વધુ વિદ્યાર્થીઓએ સ્ક્રીનિંગમાં ભાગ લીધો. યુનિવર્સિટીના છાત્રોને ડૉક્યુમેન્ટ્રી બતાવાયાની ફરિયાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)એ અધિકારીઓને કરી છે. ફરિયાદ મળ્યા બાદ અધિકારીઓએ તપાસ શરુ કરી દીધી છે.

આ પણ વાંચો: Winter in gujarat: રાજ્યમાં ધુમ્મસ ભર્યુ વાતાવરણ, ગાંધીનગરમાં હિલ સ્ટેશન જેવો માહોલ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો