kelly sikkema WRByZhruW6o unsplash

A new beginning: એક નાનુ બાળક આપણાને જીવનની મોટી શીખ આપી જાય છે. કે કયારે પણ હિંમત હારવી નહિ…

નવી શરૂઆત (A new beginning)

kid

A new beginning: માથા વાળો માનવી નાની નાની વાતે હિંમત હારી જાય છે.જયારે તમે કંઈ જીવનમાં કરવાનુ વિચારો તો સમજવુ તમે એની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છો. કયારે પણ એવુ નમાની લેવુ કે અંત આવી ગયો. અંત એ જ શરૂઆત કરે છે. આથમતો સૂરજ જીવનમાં કાલ ફરી નવી શરૂઆત થશે એવો સંદેશો આપતો જાય છે.

કયારે જીવનમાં હિંમત નહારવી. જો હિંમત હાર્યા તો બધું હાર્યા. સાહસ કરીને શરૂઆત કરવી જોઈએ. શું ખબર એ સાહસ જ નવી શરૂઆત કરી દે. નવી શરૂઆત કરવા માટે કોઈ સારા ચોઘડિયાની જરૂર નથી. જયારે વિચારો ત્યારે જ અને કરો ત્યારે જ બધુ સારુ છે. જીવનમાં ખરાબ સપનુ આવે તો શું આપણે સપના જોવાના છોડી દઈશુ? કદાપી નહિ બધાનો જવાબ આ જ હશે. કયાંક પહોંચવા માટે ક્યાંકથી ચાલવુ પડે છે. જીવનનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે શરૂઆત કરવી પડે.

જીવનમાં મુશકેલીઓ તો આવશે જ. તમારે એનો સામનો કરવો પડશે. બની શકે તમને સફળતા નમળે.તો હિંમત નહારતા. ફરી ઊભા થજો, ફરી શરૂઆત કરજો. મજબૂત ઈરાદા અને સાહસથી તમે તમારો ધ્યેય પ્રાપ્ત કરી લેશો. બસ તમે શરૂઆત કરવાની તૈયારી રાખો. એક નાનું બાળક પણ ચાલતા ચાલતા કેટલી વાર પડી જાય છે,પણ એ હિંમત નથી હારતો. ફરી ઊભો થાય છે. ફરી ચાલે છે અને એક દિવસ દોડવા લાગે છે. એના મુખ પરના હાસ્યને એ છોડતો નથી.એ એના પ્રયત્નને છોડતો નથી.અને શરૂઆત કરતો  રહે છે.

Advertisement
A new beginning, Writer, Rashmika Chaudhari Ahmedabad

એક નાનુ બાળક આપણાને જીવનની મોટી શીખ આપી જાય છે. કે કયારે પણ હિંમત હારવી નહિ. પ્રયત્ન કરતા રહો અને વિજય પ્રાપ્ત કરો. આથમતો સૂરજ પણ સમજાવે છે કે આજે અંત થયો પણ કાલ ફરી દિવસ ઉગશે અને ફરી એક નવા દિવસની શરૂઆત થશે. કોઈ પણ સમસ્યા એટલી મોટી નથી હોતી કે એનો ઉકેલ નહોય. સમસ્યાનો સામનો કરવો પડે છે. અર્જુનની જેમ લડવું પડે છે. જીવનમાં કયારે પણ  નવી શરૂઆત કરી શકાય છે.

આ પણ વાંચો…નવલકથા ઉર્જા: (Urja mann ni vaat) ઉર્જાના મનની વાત….

banner still guj7364930615183874293.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *