Navy pak boad siezed

Indian coast guard: ભારતીય તટરક્ષક દળના જહાજે પાકિસ્તાની બોટ ઝડપી

Indian coast guard: 10 શંકાસ્પદ માછીમારોને ઝડપી લેવાયા

  • Indian coast guard: સંતોષકારક જવાબ ના મળતા ICG જહાજે કરી ધરપકડ

અમદાવાદ, ૧૦ જાન્યુઆરીઃ Indian coast guard: ભારતીય તટરક્ષક દળનું જહાજ ‘અંકિત’ અરબ સમુદ્રમાં ઓપરેશનલ પેટ્રોલિંગ કરી રહ્યું હતું. ત્યારે પાકિસ્તાની માછીમારી બોટ યાસીન પકડી પાડવામાં આવી હતી અને તેમાંથી 10 પાકિસ્તાની ક્રૂની ધરપકડ કરવામાં આવી હતી. 08 જાન્યુઆરી 2022ના રોજ મધ્યરાત્રીએ ભારતીય જળસીમામાંથી આ બોટ પકડવામાં આવી હતી. કથિત બોટને આંતરવામાં આવી અને તેઓ શા માટે ભારતની જળસીમામાં આવ્યા હોવાની પૂછપરછ કરવામાં આવી ત્યારે સંતોષકારક જવાબ ના મળતા ICG જહાજે તેમની ધરપકડ કરી હતી.

Indian coast guard: ICGનું જહાજ જોતા જ પાકિસ્તાની માછીમારી બોટે શરૂઆતમાં ત્યાંથી નાસીને પાકિસ્તાનની જળસીમામાં જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ICGના જહાજે વિપરિત હવામાન અને ઓછી વિઝિબિલિટીની સ્થિતિ વચ્ચે પણ તાત્કાલિક પ્રતિક્રિયા આપતા પાકિસ્તાની બોટને અટકી જવું પડ્યું હતું અને તેને પકડી લેવામાં આવી હતી.

કેટી બંદર ખાતે નોંધાયેલી પાકિસ્તાની માછીમારી બોટ યાસીનમાં પ્રારંભિક તપાસ દરમિયાન તેમાંથી અંદાજે 2000 કિલો માછલી અને 600 લીટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. ધરપકડ કરવામાં આવેલા 10 ક્રૂને વધુ વિગતવાર તપાસ અને સંયુક્ત પૂછપરછ માટે પોરબંદર લઇ જવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખુબ જ વિપરિત હવામાન હોવા છતા પણ ઘુસણખોરોને ઝડપી લીધા હતા. ICGના જહાજે વિપરિત હવામાન અને ઓછી વિઝિબિલિટીની સ્થિતિ વચ્ચે પણ તાત્કાલિક પ્રતિક્રિયા આપતા પાકિસ્તાની બોટને અટકી જવું પડ્યું હતું. તેને પકડી લેવામાં આવી હતી. કેટી બંદર ખાતે નોંધાયેલી પાકિસ્તાની માછીમારી બોટ યાસીનમાં પ્રારંભિક તપાસ દરમિયાન તેમાંથી અંદાજે 2000 કિલો માછલી અને 600 લીટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. ધરપકડ કરવામાં આવેલા 10 ક્રૂને વધુ વિગતવાર તપાસ અને સંયુક્ત પૂછપરછ માટે પોરબંદર લઇ જવામાં આવ્યા હતા.

જ્યાં હાલ તેઓની પુછપરછ ચાલી રહી છે. આ પુછપરછમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે, આ બોટ માત્ર માછીમારી કરવા માટે ભારતીય સીમામાં પ્રવેશી હોય તેવું નથી લાગી રહ્યું. આ લોકો સંતોષકારક જવાબ પણ નથી આપી રહ્યા. માટે કોસ્ટગાર્ડ દ્વારા હવે તેમની આગવી ઢબે પુછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચોInformation for rail passengers: રેલવે મુસાફરોને રાત્રિ કર્ફ્યુ દરમિયાન સ્ટેશન પર જવાની છૂટ છે

Whatsapp Join Banner Guj