Server down UPI

Server down: UPIનું સર્વર થયું ડાઉન, Google Pay, Paytm અને PhonePeમાંથી લોકો નથી કરી શકતા ટ્રાંઝેક્શન

Server down: યુઝર્સ કરી રહ્યાં છે ટ્વિટરના માધ્યમથી ફરીયાદ

નવી દિલ્હી, 09 જાન્યુઆરીઃ Server down: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા વિકસિત ઈન્સ્ટન્ટ પેમેન્ટ ઈન્ટરફેસ, યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI), એક કલાક કરતાં વધુ સમયથી કામ કરતું નથી. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ UPI દ્વારા પેમેન્ટ ન કરી શકતા હોવાની ફરિયાદ કરી રહ્યા છે. જેના કારણે લોકો સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.

ટ્વિટર પર ઘણા લોકોએ ફરિયાદ કરી છે કે લગભગ એક કલાકથી UPI સર્વર ડાઉન હોવાને કારણે કામ નથી કરી રહ્યું અને તેના કારણે તેઓ ડિજિટલ વૉલેટ Paytm, PhonePe અને Google Payનો ઉપયોગ કરી શકતા નથી. Google Pay જેવા ઑનલાઇન પેમેન્ટ પ્લેટફોર્મ કામ થતું નથી.

આ પણ વાંચોઃ Cold Wave in state: રાજ્યભરમાં આગામી બે દિવસ કડકડતી પડશે ઠંડી, કચ્છમાં બે દિવસ ‘યલો એલર્ટ’

એક વ્યક્તિએ ટ્વીટ કર્યું કે UPI સર્વર ડાઉન થવાને કારણે Paytm, Phone Pay અને Google Pay કામ કરી રહ્યાં નથી. જેના કારણે પેમેન્ટ પાસ થતું નથી.

એક યુઝરે લખ્યું છે કે આજે ગૂગલ પે, ફોનપે, પેટીએમ અને તમામ પ્રકારના UPI પેમેન્ટ સર્વર ડાઉન છે. મહેરબાની કરીને આજે ચૂકવણી કરતા પહેલા ચેક કરી લેશો

આ સિવાય ઘણા યુઝર્સે ડિજિટલ વોલેટ કંપનીઓને પણ ફરિયાદ કરી છે, જો કે હજુ સુધી ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મ તરફથી કોઈ સત્તાવાર જવાબ મળ્યો નથી.

Whatsapp Join Banner Guj