Kulgam Terror Attack: કુલગામમાં CRPF નાકા પર આતંકી હુમલો
Kulgam Terror Attack: કુલગામમાં CRPF નાકા પર આતંકી હુમલો, 15 સેકન્ડમાં 30 ગોળીઓ ફાયરિંગ; 3 જવાન ઘાયલ
જમ્મુ-કાશ્મીરના અખરાન વિસ્તારમાં બાઇકસવાર હુમલાખોરોએ CRPFના સુરક્ષા નાકા પર અચાનક ફાયરિંગ કર્યું; ત્રણ જવાન ઘાયલ થયા, જેમાંથી એકની હાલત ગંભીર છે. હુમલાની CCTV ફૂટેજ સામે આવ્યા બાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન તેજ કર્યું.
શ્રીનગર, 12 નવેમ્બર: Kulgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના અખરાન વિસ્તારમાં મીર બજાર નજીક 11 નવેમ્બરે બપોરે આશરે 2:15 વાગ્યે બાઇકસવાર અજાણ્યા હુમલાખોરોએ CRPFના સુરક્ષા નાકા પર અચાનક ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ત્રણ CRPF જવાન ઘાયલ થયા હતા. હુમલાખોરો ગોળીબાર કર્યા બાદ ફરાર થઈ ગયા હતા.
CCTVમાં 15 સેકન્ડમાં 30 ગોળીઓનો અવાજ
હુમલાની CCTV ફૂટેજ સામે આવી છે. તેમાં શરૂઆતની માત્ર 15 સેકન્ડમાં આશરે 30 રાઉન્ડ ફાયરિંગનો અવાજ સંભળાય છે. ત્યારબાદ પણ ગોળીબાર ચાલુ રહ્યો હતો. ઘટનાથી વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
આ પણ વાંચો:- Clean Cities: સ્વચ્છ સર્વેક્ષણ 2025-26માં અમદાવાદને મોટી સિદ્ધિ, ‘સ્વચ્છ શહેર જોડી’માં ટોપ-3માં સ્થાન
એક જવાનની હાલત ગંભીર
ઘાયલ જવાનોની ઓળખ રાકેશ દાસ, સંતોષ ચંદ્રુ અને સોમવીર સિંહ તરીકે થઈ છે. તેમને શરૂઆતમાં અનંતનાગની સરકારી મેડિકલ કોલેજમાં સારવાર માટે લઈ જવાયા હતા. સંતોષ ચંદ્રુને પેટ અને કરોડરજ્જુમાં ગોળી વાગતાં ગંભીર હાલતમાં શ્રીનગરની આર્મી 92 બેઝ હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. અન્ય બે જવાનોની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.
#WATCH | Jammu and Kashmir LG Manoj Sinha visited Base Hospital, Srinagar, to enquire about the health of CRPF Head Constable Sonbir Singh, who sustained serious injuries in the terror attack in Kulgam and is currently undergoing treatment. LG Sinha tweeted, "Two other injured CRPF personnel, Constable Rakesh Das and Constable Santanu Chandra, are in stable condition and recovering at 46 Bn CRPF Unit Hospital, Kulgam…" (Source: Lok Bhavan, Srinagar)
— ANI (@ANI) November 11, 2026
સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન
હુમલા બાદ સુરક્ષા દળોએ વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસ, CRPF અને અન્ય સુરક્ષા એજન્સીઓ હુમલાખોરોની શોધખોળ કરી રહી છે. વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અને વાહનોની તપાસ પણ તેજ કરવામાં આવી છે.
Samba, Jammu and Kashmir: Following the terrorist attack on CRPF personnel in Kulgam district, security has been tightened in Samba district, particularly along the border areas. Security forces have set up checkpoints at sensitive locations and intensified vehicle checks. https://t.co/XkBcX9wNx8
— IANS (@ians_india) November 11, 2026
હાલ સુધી હુમલાની જવાબદારી કોઈ આતંકી સંગઠને સ્વીકારી હોવાના અહેવાલ નથી. હુમલાખોરોને પકડવા માટે તપાસ અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
