bjp sarvesh moradabad candidate

Kunwar Sarvesh passed away: મુરાદાબાદથી ભાજપના ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું નિધન

Kunwar Sarvesh passed away: 19 એપ્રિલ એટલે કે શુક્રવારે લોકસભા ચૂંટણીના પહેલા તબક્કા હેઠળ મતદાન થયું હતું

whatsapp banner

નવી દિલ્હી, 20 એપ્રિલઃ Kunwar Sarvesh passed away: ભારતીય જનતા પાર્ટીના લોકસભા ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું નિધન થયું છે. તમને જણાવી દઈએ કે આ સીટ પર 19 એપ્રિલ એટલે કે શુક્રવારે લોકસભા ચૂંટણીના પહેલા તબક્કા હેઠળ મતદાન થયું હતું.

વ્યવસાયે વેપારી કુંવર સર્વેશ કુમાર(Kunwar Sarvesh) ઉત્તર પ્રદેશના શક્તિશાળી નેતાઓમાંના એક ગણાતા હતા. સર્વેશ કુમાર ઠાકુર જાતિમાંથી આવે છે. સાંસદ બનતા પહેલા તેઓ ઠાકુરદ્વારા વિધાનસભા બેઠક પરથી પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. સર્વેશ કુમારનો પુત્ર કુંવર સુશાંત સિંહ મુરાદાબાદ લોકસભાની બધાપુર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો