Modi cabinet expansion: કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ અને શ્રમ મંત્રી ગંગવાર સહિત 6નાં રાજીનામા- વાંચો વિગત
Modi cabinet expansion: મંત્રીમંડળમાં નવા નામો જોડાય તે પહેલા જૂના નામોની વિદાઈ થઈ રહી
નવી દિલ્હી, 07 જુલાઇઃModi cabinet expansion: કેન્દ્રીય કેબિનેટમાં બુધવારે સાંજે મોટો ફેરફાર થવાનો છે. આ અગાઉ દિલ્હીમાં રાજકારણ ચરમસીમાએ છે. મંત્રીમંડળમાં નવા નામો જોડાય તે પહેલા જૂના નામોની વિદાઈ થઈ રહી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકને કેબિનેટમાંથી હટાવી દેવામાં આવ્યા છે. મોદી સરકારના મંત્રી મંડળમાંથી એક ઝાટકે 5 મંત્રીઓના રાજીનામા લઈ લેવાયા છે. આજે સાંજે કેબિનેટના વિસ્તરણ પહેલાં આ સૌથી મોટા સમાચાર છે. રાજ્યકક્ષાના મંત્રી સંજય ધોતરે પણ રાજીનામું આપી દીધું હોવાના અહેવાલો છે.
- કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકને કેબિનેટમાંથી(Modi cabinet expansion) હટાવી દેવાયા
- રાજ્યકક્ષાના મંત્રી સંજય ધોતરે પણ રાજીનામું આપી દીધું
- શ્રમ મંત્રી ગંગવારે પણ આપ્યું રાજીનામું
- સ્વાસ્થ્યમંત્રી ડો હર્ષવર્ધને પણ આપ્યું રાજીનામું
- પ્રતાપચંદ્ર સારગીએ પણ આપ્યું રાજીનામું
- હરિયાણાથી રતનલાલ કટારીયાએ પણ આપ્યું રાજીનામું
- પશ્ચિમ બંગાળના સાંસદ દેબોશ્રી ચૌધરીને કેન્દ્રીય મંત્રી મંડળમાંથી હટાવી દેવાયા
- સદાનંદ ગૌવડા પાસેથી પણ રાજીનામુ લઈ લેવાયું
પશ્ચિમ બંગાળના સાંસદ દેબોશ્રી ચૌધરીને કેન્દ્રીય મંત્રી મંડળમાંથી હટાવી દેવાયા છે. માનવામાં આવી રહ્યુ છે કે, પશ્ચિમ બંગાળમાં અમુક નવા ચહેરાઓને કેબિનેટમાં જગ્યા મળી શકે છે. આ સિવાય સદાનંદ ગૌવડા પાસેથી પણ રાજીનામુ લઈ લેવાયું છે. ગઈકાલે થાવરચંદ ગહેલોતને રાજ્યપાલ બનાવી દેવાયા છે.
આમ મોદી કેબિનેટમાં 5 મંત્રીઓને વિસ્તરણ પહેલાં હટાવી દેવાયા છે. દેબોશ્રી ચૌધરીના સ્થાને બંગાળના નવા ચેહરાને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. કર્ણાટકમાં ભાજપમાં આંતરિક ધમાસાણ વચ્ચે સદાનંદ ગૌડાની કેબિનેટમાંથી બાદબાકી કરવામા આવી છે. જ્યારે બરેલીથી લોકસભા સાંસદને પણ કેબિનેટની બહાર કરાયા હોવાનું સામે આવ્યું છે. જોકે ઉત્તર પ્રદેશમાં ઘણા નવા ચેહરાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રમેશ પોખરિયાલ નિશંકના ખરાબ સ્વાસ્થ્યના કારણે તેમને કેબિનેટમાંથી હટાવી દેવામાં આવ્યા છે. કોરોના થયા બાદ સતત તેમનું સ્વાસ્થ્ય લથડતુ રહ્યુ છે. આવા સમયે તેમને મંત્રીપદેથી હટાવી દેવામાં આવ્યા છે.
કેબિનેટના નવા ચહેરા
- જ્યોતિરાદિત્ય સિંધિયા
- નારાયણ રાણે
- સર્વાનંદ સોનોવાલ
- પશુપતિ પારસ
- મીનાક્ષી લેખી
- અનુપ્રિયા પટેલ
- હિના ગાવિત
- શોભા કરાંડલજે
- સુનીતા દુગ્ગલ
- અજય મિશ્રા
- અજય ભટ્ટ
- કપિલ પાટિલ
- શાંતનુ ઠાકુર
- અનુરાગ ઠાકુર
- પ્રિતમ મુંડે
- ભૂપેન્દ્ર યાદવ
- રવિ કિશન
