job recruitment in ONGC: અલગ અલગ પદ પર થઈ રહી છે ભરતી, અરજી કરવા માટેનો આજે છે છેલ્લો દિવસ

job recruitment in ONGC: જાહેર કરાયેલા નોટિફિકેસન અનુસાર કુલ 31 પદો પર ભરતી થવાની છે

કામની ખબર, 07 જુલાઇઃjob recruitment in ONGC: Oil and Natural Gas Corporation Limitedમાં અલગ અલગ પદો પર ભરતી થઈ રહી છે. આ પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખમાં ફક્ત આજનો દિવસ બાકી છે. જે ઉમેદવારો અહીં અરજી કરવા માગે છે. તે ઓએનજીસીની સત્તાવાર વેબસાઈટ career.opalindia.in દ્વારા અરજી કરી શકે છે. જાહેર કરાયેલા નોટિફિકેસન અનુસાર કુલ 31 પદો પર ભરતી થવાની છે

job recruitment in ONGC: આ પદ પર ભરવાની છે જગ્યા

ફાયરક્રેકર ઓપરેશન – 2 પોસ્ટ્સ
પોલિમર ઓપરેશન્સ – 7 પોસ્ટ્સ
યુ એન્ડ ઓ ઓપરેશન્સ – 5 પોસ્ટ્સ
મિકેનિકલ મેંટ – 2 પોસ્ટ્સ
સાધન જાળવણી – 1 પોસ્ટ
વિદ્યુત જાળવણી -1 પોસ્ટ
ફાયર – 1 પોસ્ટ
સીટીએસ – 2 પોસ્ટ્સ
ફાયનાન્સ – 1 પોસ્ટ
ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઇટી) -1
એસએપી – 2

વિવિધ પોસ્ટ્સ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. કેટલાક પદ માટે અનુસ્નાતક, કેટલાક માટે એન્જિનિયરિંગ શૈક્ષણિક લાયકાત સૂચવવામાં આવી છે. ઉમેદવારો વધુ શૈક્ષણિક લાયકાત સંબંધિત માહિતી માટે જારી કરેલી સત્તાવાર સૂચના જોઈ શકે છે.

વય મર્યાદા

આ વિવિધ પદો માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 28 થી 52 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારોને સત્તાવાર સૂચના સંપૂર્ણ રીતે વાંચ્યા પછી જ અરજી કરવાની સલાહ આપવામાં આવે છે

આ તારીખ નોંધી રાખશો

નોટિફિકેશન જાહેર થયાની તારીખ- 19 જૂન 2021
ઓનલાઈન અરજીની અંતિમ તારીખ- 7 જૂલાઈ 2021
સત્તાવાર વેબસાઈટ- career.opalindia.in

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Modi cabinet expansion: કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ અને શ્રમ મંત્રી ગંગવાર સહિત 6નાં રાજીનામા- વાંચો વિગત