PM Modi

cabinet expansion list of potential ministers: કેબિનેટના વિસ્તરણના એંધાણ- પીએમ મોદી નવા બનનારા મંત્રીઓ સાથે પોતાના ઘરે કરી રહ્યા મુલાકાત

cabinet expansion list of potential ministers: સરકાર અને ભાજપની શ્રેણીબદ્ધ બેઠકો ૨૦૧૯માં મોદી સરકારના બીજા કાર્યકાળ પછી કેબિનેટમાં મોટા ફેરબદલ અને વિસ્તરણની અટકળોને જોર આપ્યું છે. કેબિનેટમાં આ ફેરબદલ બુધવારે થવાની સંભાવનાઓ છે

નવી દિલ્હી, 07 જુલાઇઃcabinet expansion list of potential ministers: પીએમ મોદી આજે સાંજે પોતાની કેબિનેટનું વિસ્તરણ કરી શકે છે. મંત્રી મંડળમાં સામેલ થનારા નામો ફાઈનલ છે. આગામી વર્ષે જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની છે તે રાજ્યોને પણ પીએમ મોદી પ્રતિનિધિત્વ આપે તેવી સંભાવના છે

બીજી તરફ પીએમ મોદી નવા બનનારા મંત્રીઓ સાથે પોતાના ઘરે મુલાકાત કરી રહ્યા છે. તેઓ અત્યાર સુધી મહારાષ્ટ્રના પૂર્વ સીએમ નારાયણ રાણે, જ્યોતિરાદિત્ય સિંધિયા, ભુપેન્દ્ર યાદવ, સુનીત દુગ્ગલ, મિનાક્ષી લેખી અને અનુરાગ ઠાકુરને મળી ચુકયા છે. એલજેપીના બીજા જૂથના નેતા પશુપતિ પારસ સાથે પણ પીએમ મોદીની મુલાકાત થઈ હોવાની અટકળો છે. પીએમ મોદીના કેબિનેટ વિસ્તારમાં યુપીને ખાસ મહત્વ અપાય તેવી શક્યતા છે.વિસ્તરણ બાદ આ અત્યાર સુધીની સૌથી યુવા કેબિનેટ હશે.જેમાં ઓબીસીની બોલાબાલા હશે

એવુ મનાઈ રહ્યુ છે કે, નવા 17 થી 22 મંત્રીઓ આજે શપથ લેશે. મોદી સરકારમાં હાલમાં જે મંત્રીઓ છે તેમાંથી ઘણા એવા છે જેમની પાસે વધારાના મંત્રાલયોનો હવાલો છે. આ મંત્રાલયો નવા મંત્રીઓને આપવામાં આવશે.આજે સાંજે પીએમ મોદી પોતાની કેબિનેટનું વિસ્તરણ કરવા જઈ રહ્યા છે. જેને લઈને રાજકીય મોરચે અટકળો અને ઉત્તેજનાનો માહોલ છે. આ કેબિનેટમાં કોને સ્થાન મળશે તેની અટકળો છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહી છે અને તે પ્રમાણે નીચેના દાવેદારોને સ્થાન મળવું નિશ્ચિત હોવાનુ મનાઈ રહ્યું છે. આ દાવેદારોના નામ આ પ્રમાણે છે.

  • મધ્ય પ્રદેશમાંથી જ્યોતિરાદિત્ય સિંધિયા
  • આસામમાંથી સર્વાનંદ સોનોવાલ
  • મહારાષ્ટ્રમાંથી નારાયણ રાણે
  • મહારાષ્ટ્રમાંથી પ્રીતમ મુંડે
  • દિલ્હીમાંથી મીનાક્ષી લેખી
  • બિહારમાંથી પશુપતિનાથ પારસ
  • મધ્યપ્રદેશમાંથી કૈલાસ વિજયવર્ગીય
  • બિહારમાંથી આરસીપી સિંહ
  • બિહારમાંથી રાજીવ સિંહ લલ્લન
  • બિહારમાંથી સુશિલ કુમાર મોદી
  • ઉત્તર પ્રદેશમાંથી વરુણ ગાંધી, અનુપ્રિયા પટેલ, સ્વતંત્ર દેવ સિંહ,
  • રાજસ્થાનમાંથી ભુપેન્દ્ર યાદવ
  • પશ્ચિમ બંગાળમાંથી દિનેશ ત્રિવેદી

જે નેતાઓના નામ નવા મંત્રીઓના લિસ્ટ(cabinet expansion list of potential ministers)માં સામેલ છે તેમને દિલ્હી બોલાવવામાં આવી રહ્યા છે.વિસ્તરણમાં જે રાજ્યોમાં આગામી વર્ષે ચૂંટણી યોજાશે તેનુ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. આસામમાં મુખ્યમંત્રીનું પદ ખાલી કરનાર સર્વાનંદ સોનોવાલ, મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકારને તોડવામાં અને પેટા ચૂંટણીઓમાં ભાજપના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવનાર જ્યોતિરાદિત્ય સિંધિયા દિલ્હી પહોંચી ગયા છે. મહારાષ્ટ્રમાંથી નારાયણ રાણેને પણ દિલ્હી બોલાવાયા છે.

બિહારમાંથી જેડીયુ અધ્યક્ષ આરસીપી સિંહ અને એલજેપીના પશુપતિ પારસ પણ દિલ્હીમાં છે. જોકે, આરસીપી સિંહ જેડીયુના મંત્રીઓના સમાવેશ અંગે વાટાઘાટો કરવા દિલ્હી આવ્યા હોવાનું સૂત્રોનું કહેવું છે.શાંતનુ ઠાકુર, અનુપ્રિયા પટેલ, પંકજ ચૌધરી, રીટા બહુગુણા જોશી, રામશંકર કઠેરિયા, વરુણ ગાંધી, લલ્નસિંહ, રાહુલ કાંસ્વા, સી.પી. જોશીને મંત્રી બનાવવાની પૂરી સંભાવના છે. આ બધા જ નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે

જો કે, દિલ્હી આવેલા બધા જ નેતાઓએ કેબિનેટમાં તેમના સમાવેશ અંગે ચૂપકિદી સેવી રાખી છે. નારાયણ રાણે કહ્યું હતું કે, સરકારમાં જોડાવા અંગે તેમને કોઈ કોલ આવ્યા નથી. એલજેપીમાં પશુપતિ પારસ અને ચિરાગ પાસવાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે પશુપતિ પારસે કહ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહે તેમને સોમવારે ફોન કર્યો હતો. જોકે, આ કોલ એલજેપીના સ્થાપક રામ વિલાસ પાસવાનની જન્મજયંતિ નિમિત્તે હતો.

મોદી સરકારની કેબિનેટના વિસ્તરણ અંગે સત્તાવાર રીતે કશું જ કહેવાયું નથી છતાં સરકાર અને ભાજપની શ્રેણીબદ્ધ બેઠકો ૨૦૧૯માં મોદી સરકારના બીજા કાર્યકાળ પછી કેબિનેટમાં મોટા ફેરબદલ અને વિસ્તરણની અટકળોને જોર આપ્યું છે. કેબિનેટમાં આ ફેરબદલ બુધવારે થવાની સંભાવનાઓ છે.

cabinet expansion list of potential ministers

આ પણ વાંચોઃ SIT: શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા રથયાત્રા-રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવવા અભૂતપૂર્વ પ્રયાસ