c93303b5 f37e 43e7 953a 57c5a921f0d7

SSIT: શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા રથયાત્રા-રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવવા અભૂતપૂર્વ પ્રયાસ

SSIT: 144 મી રથયાત્રા કાર્યક્રમનું આયોજન કર્યુ જેમાં સંસ્થાના 1500 થી વધુ વિદ્યાર્થી અને સાથે 200 થી વધુ સ્ટાફ મિત્રો દ્વારા સમાજના 35000 થી વધુ વ્યક્તિઓ ના સંપર્ક કરી ભગવાન જગન્નાથજી ના રથવાળા રસી યાત્રા કાર્ડ નું વિતરણ કરી વેક્સિન નું રજીસ્ટેશન અને વેક્સિન ના ફાયદા સમજાવી જાગૃતિ લાવવા માટે કાર્ય હાથ ધર્યું

ગાંધીનગર, 07 જુલાઇઃSSIT: શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ભાટ, શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિક ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે એક નવું આયોજન કરવામાં આવ્યું છે એટલે કે “રસીયાત્રા” દર વર્ષે ભગવાનશ્રી જગન્નાથજી બહેન શુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી સાથે પોતાના રથ માં બેસી ને નગર જનોના દુઃખ દુર કરવા અને સ્વસ્થ રાખવા માટે દરેક ને દ્વાર પર દર્શન આપવા માટે આવે છે અને પ્રભુ ના દર્શન માત્ર થી દરેક નિરોગી, સ્વસ્થ અને ખુશ રહેશે.

તો આજે આવી મહામારી ના સમય માં આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દ્વારા સમગ્ર ભારત દેશ માં રસીકરણ અભિયાન અને કોરોના મુક્ત કરવાના અભિયાન ને તેમના નેતૃત્વ હેઠળ પુરા જોશ માં ચલાવામાં આવી રહયું છે. તો આ રાસીકરણ અભિયાન માં જનતા માં ફેલાયેલી ખોટી માન્યતાઓ ને દૂર કરી અને દરેક ને રસી મુકવા માટે પ્રેરિત કરી આ પ્રયાસ ને એક વિશેષ કાર્યક્રમ તરીકે મનાવામાં આવ્યો.

અષાઢી બીજ એટલે કે 144 મી રથયાત્રા કાર્યક્રમનું આયોજન કર્યુ જેમાં સંસ્થાના 1500 થી વધુ વિદ્યાર્થી અને સાથે 200 થી વધુ સ્ટાફ મિત્રો દ્વારા સમાજના 35000 થી વધુ વ્યક્તિઓ ના સંપર્ક કરી ભગવાન જગન્નાથજી ના રથવાળા રસી યાત્રા કાર્ડ નું વિતરણ કરી વેક્સિન નું રજીસ્ટેશન અને વેક્સિન ના ફાયદા સમજાવી જાગૃતિ લાવવા માટે કાર્ય હાથ ધર્યું આ “રસી યાત્રા” કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે દસક્રોઈ ના ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલ તથા અતિથી વિશેષ તરીકે ડો. કે એન ખેર સાહેબ ,રજિસ્ટ્રાર ,ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટિ અને ટ્રસ્ટી રામકૃષ્ણ સ્વામીજી, અક્ષરપ્રકાશ સ્વામીજી અને ડાયરેક્ટર ધર્મેશ વંડરા સાહેબ એ હાજરી આપી આ અભિયાન ને નવીન પ્રકાર ના જાગૃતિ અભિયાન ની ઉપમા આપી શુભેચ્છા પાઠવી હતી .

SSIT

આ પણ વાંચોઃ Cabinet meeting: દિલીપ કુમારના નિધન બાદ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક સ્થગિત કરવામાં આવી, નેતાઓએ અભિનેતાને આપી શ્રદ્ધાંજલિ